પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપ તમામ 3 રાજ્યોમાં ગુમાવે તેવી સ્થિતી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામમાં સવારથી ચાલી રહેલી મત ગણતરીમાં સવારે દસ વાગ્યા સુધીમાં આવેલા ટ્રેન્ડમાં કોંગ્રેસનો પંજો મજબૂત થતો દેખાઇ રહ્યો છે તો ભાજપનું કમળ મુરઝાઇ રહ્યું છે. ત્રણ રાજ્યોમાં સત્તા ધરાવતા ભાજપ હવે તમામ રાજ્યોમાંથી હાથ ધોવા પડે તેવી પરિસ્થિતી સર્જાઇ છે. ભાજપનાં ગઢ ગણાતા મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપના ગઢના કાંગરા ખરી પડ્યા છે. જ્યારે રાજસ્થાનમાં લોકોએ સત્તાપલ્ટાની પરંપરા જાળવી રાખી છે.
અમદાવાદ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામમાં સવારથી ચાલી રહેલી મત ગણતરીમાં સવારે દસ વાગ્યા સુધીમાં આવેલા ટ્રેન્ડમાં કોંગ્રેસનો પંજો મજબૂત થતો દેખાઇ રહ્યો છે તો ભાજપનું કમળ મુરઝાઇ રહ્યું છે. ત્રણ રાજ્યોમાં સત્તા ધરાવતા ભાજપ હવે તમામ રાજ્યોમાંથી હાથ ધોવા પડે તેવી પરિસ્થિતી સર્જાઇ છે. ભાજપનાં ગઢ ગણાતા મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપના ગઢના કાંગરા ખરી પડ્યા છે. જ્યારે રાજસ્થાનમાં લોકોએ સત્તાપલ્ટાની પરંપરા જાળવી રાખી છે.
ચૂંટણી પરિણામ: પળેપળની વિગતો જોવા માટે કરો ક્લિક...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર છે. શિવરાજસિંહ ચૌહાણનાં નેતૃત્વમાં ચાલી રહેલી વર્તમાન સરકારનાં પ્રમાણમાં નબળા પ્રદર્શનનાં કારણે ભાજપ મધ્યપ્રદેશમાં નબળી પડી છે. જો કે અત્યારનું વલણ જોતા તે પોતાની સરકાર સાચવવામાં તો સફળ રહેશે પરંતુ ખુબ જ પાતળી બહુમતી સાથે મધ્યપ્રદેશમાં સરકાર રચાશે. જે એક રીતે ભાજપ માટે ઘણો મોટો ઝટકો છે. કારણ કે ગુજરાત અને મધ્યપ્રદેશ પહેલાથી જ ભાજપનો ગઢ માનવામાં આવે છે. જો કે હજી પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર છે.
મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: સત્તાનું ઘમાસાણ, ભાજપ સત્તા જાળવશે કે કોંગ્રેસ કરશે વાપસી?
રાજસ્થાન: રાજસ્થાનમાં છેલ્લા અનેક સમયથી દર પાંચ વર્ષે સરકારને ઉથલાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે આ ટર્મમાં પણ યથાવત્ત રહે તેવું લાગી રહ્યું છે. પ્રાથમિક વલણ પર નજર કરીએ તો કોંગ્રેસ 108 સીટો પર આગળ છે જે સ્પષ્ટ બહુમતીથી 7 સીટો વધારે છે. જેથી કહી શકાય કે રાજસ્થાનમાં વસુંધરાના ગઢના કાંગરા ખરી પડ્યા છે. જ્યારે કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી છે.
રાજસ્થાન ચૂંટણી પરિણામ LIVE: આજે EVM નક્કી કરશે 2274 મતદાતાનું ભવિષ્ય, 8 કલાકે શરૂ થશે મતગણના
છત્તીસગઢ : છત્તીસગઢમાં રમણસિંહ સરકાર પણ પોતાની આબરૂ બચાવવામાં નિષ્ફળ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. શરૂઆતી વલણમાં કોંગ્રેસ 54 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જે સ્પષ્ટ રીતે સરકાર બનાવવા માટે જરૂરી 45 સીટો કરતા વધારે છે. જ્યારે ભાજપ 26 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જેથી મધ્યપ્રદેશમાંથી જ અલગ પડેલા અને આડકતરી રીતે ભાજપના ગઢ એવા છત્તીસગઢમાં કોંગ્રેસી ઝંડો લહેરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
Live: છત્તીસગઢના 1269 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય, 8 કલાકે શરૂ થશે મતગણતરી
તેલંગાણા : તેલંગાણામાં તો ન ભાજપ કે ન કોંગ્રેસ વર્ષોથી સ્થાનિક પાર્ટીઓનું જ જોર રહ્યું છે. હાલ પ્રાથમિક વલણો પર નજર કરીએ તો ટીઆરએસ 92 સીટો પર આગળ છે, કોંગ્રેસ 16 સીટો પર જ્યારે ભાજપ માત્ર 4 સીટો પર જ આગળ છે. જેથી અહીં પણ ભાજપની પરિસ્થિતી તુલન્માત્મ દ્રષ્ટીએ કોંગ્રેસ કરતા વધારે ખરાબ છે. તેલંગાણામાં સરકાર રચવા માટે 60 સીટો જરૂરી છે. જે હાલ ટીઆરએસ પાસે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
Telangana Assembly Result Live Updates: 119 સીટ પર કોણ બનશે તેલંગણા કિંગ?
મિઝોરમ : મિઝોરમમાં ભાજપ 2 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 12 સીટો પર, પરંતુ સ્થાનિક પાર્ટી એમએનએફ 23 સીટો પર અને અન્ય 3 સીટો પર આગળ છે. જેનાં કારણે અહીં પણસ્થાનિક પક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ અને ભાજપની તુલના કરીએ તો કોંગ્રેસ ભાજપની તુલનાએ અહીં ઘણુ સારૂ પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે. ભાજપની પરિસ્થિતી અહીં પણ ખરાબ છે તેમ કહી શકાય.
Mizoram Election Result LIVE : મિઝોરમ ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ- શરૂઆતી ટ્રેંડમાં MNF આગળ