નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી(Assembly Elections)ના પ્રારંભિક ટ્રેન્ડે ભાજપને મુશ્કેલ સ્થિતિમાં લાવીને મુકી દીધી છે. ટ્રેન્ડ પર નેતાઓની પ્રતિક્રિયા પણ આવવા લાગી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ અંગે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું કે, આ કોંગ્રેસનો વિજય નહીં પરંતુ લોકોનો ગુસ્સો છે. તેમણે ઈશારા-ઈશારામાં જ જણાવી દીધું કે ભાજપે આત્માની અંદર ઝાંખવાની જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જે ચૂંટણી પરિણામનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેમાં ભાજપ સત્તા વિરોધી ટ્રેન્ડનો સામનો કરી રહી છે. આ ટ્રેન્ડે ભાજપને નવી રણનીતિ તૈયાર કરવા માટે મજબૂર કર દીધી છે. દેશમાં લોકસભા ચૂંટણીને હવે 6 મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં આ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પર સૌની નજર છે. રાજકીય પક્ષો માટે વિધાનસભા ચૂંટણીમાં થનારો ફેરબદલ ભાજપ માટે ચેતવણીનો ડંકો છે. 


તાજેતરના આંકડા અનુસાર, મધ્યપ્રદેશની 230 બેઠકમાંથી ભાજપ 112 બેઠક પર આગળ છે. આ રીતે તે બહુમતના જાદુઈ આંકડાથી માત્ર ચાર સીટ પાછળ છે. 


Madhya Pradesh Election Result LIVE: મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ, જુઓ લાઈવ


છત્તીસગઢના ટ્રેન્ડમાં કોંગ્રેસ બહુમત તરફ આગળ વધી રહી છે. તેની સાથે જ લાગી રહ્યું છે કે, 15 વર્ષથી સત્તામાં રહેલી કોંગ્રેસની પકડ ઢીલી પડી ગઈ છે. અહીં 90 બેઠકમાંથી 58 બેઠક પર કોંગ્રેસ આગળ છે. ભાજપ 24 અને અજીત જોગીની છત્તીસગઢ જનતા કોંગ્રેસ અને બીએસપીના ગઠબંધનને 7 બેઠક મળી રહી છે. સાથે જ 1 બેઠક પર અપક્ષ આગળ છે. 


છત્તીસગઢ ચૂંટણી પરિણામ Live: કોંગ્રેસને પૂર્ણ બહુમત, 90માથી 64 સીટો પર આગળ


આ જ રીતે રાજસ્થાનમાં પણ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. બહુમતના આંકડાને સ્પર્ષ કર્યા બાદ તે અત્યારે 95 બેઠક સાથે આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં કુલ 199 બેઠકમાં ભાજપ 80, બીએસપી 4 અને અપક્ષો 9 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. 


Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ


તેલંગાણાની 119 બેઠક પર સત્તામાં રહેલી ટીઆરએસ 90 કરતાં વધુ બેઠક પર આગળ છે. મિઝોરમમાં સત્તામાં રહેલી કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી રહી છે અને વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટને 40માંથી 23 બેઠક પર લીડ મળી રહી છે. કોંગ્રેસ અહીં 12 બેઠક અને ભાજપ 2 બેઠક પર આગળ છે. 
 
Telangana Election Result LIVE : તેલંગણા ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ