ઝી ડિજિટલ ડેસ્ક, અમદાવાદઃ પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનું ચૂંટણી પરિણામ આજે જાહેર થવાનું છે. ચૂંટણી પંચ દ્વારા સવાર 8.00 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી છે.. મતગણતરી શરૂ થયાના થોડા સમયમાં જ ટ્રેન્ડ આવવાની શરૂઆત થઈ જશે, એટલે કે કયો પક્ષ આગળ ચાલી રહ્યો છે અને કયો પક્ષ પાછળ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા સાંજ સુધીમાં પાંચેય રાજ્યનું અંતિમ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીના પરિણામ આગામી વર્ષ એટલે કે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીની દિશા અને દશા નક્કી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ રાજ્યોમાં કુલ 8,500 ઉમેદવાર મેદાનમાં છે અને તેમનું ભવિષ્ય કુલ 1.74 લાખ EVMમાં કેદ થયેલું છે. આ 1.74 લાખ EVMને પાંચ રાજ્યોમાં આવેલા વિવિધ 670 જેટલા સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલા છે. પાંચ રાજ્યોની કુલ 678 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી રાજસ્થાનમાં એક બેઠક પર ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. 


ભારતીય ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં તબક્કાવાર મતદાન યોજાયું હતું. છત્તીસગઢમાં બે તબક્કામાં 12 નવેમ્બર (18 બેઠક) અને 20 નવેમ્બર (72 બેઠક), મધ્યપ્રદેશ (230 બેઠક) અને મિઝોરમ(40 બેઠક)માં એક સાથે 28 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. રાજસ્થાન (199 બેઠક) અને તેલંગાણા (119 બેઠક) પર 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. છત્તીસગઢમાં બે તબક્કામાં વિક્રમી 76.60 ટકા, મધ્યપ્રદેશમાં 75.05 ટકા, તેલંગાણામાં 73.20 ટકા, રાજસ્થાનમાં 74 ટકા અને મિઝોરમમાં 80 ટકા મતદાન નોંધાયું હતું. 


  • મતગણતરીની શરૂઆતઃ સવારે 8.00 કલાકે 

  • ટ્રેન્ડ : મતગણતરી શરૂ થયાના અડધો કલાકના અંદર ટ્રેન્ડની ખબર પડી જશે 

  • જૂઓ ચૂંટણીનું લાઈવ કવરેજ : ઝી ટીવી, ઝી હિન્દુસ્તાન, ઝી 24 કલાક, ઝી ડિજિટલ મીડિયા 

  • ચૂંટણીનું પરિણામઃ ચૂંટણી પંચ દ્વારા સાંજે ફાઈનલ પરિણામ જાહેર કરાશે 


શું કહે છે એક્ઝીટ પોલઃ 
પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સીઓ અને સમાચાર ચેનલ દ્વારા એક્ઝીટ પોલ કરવામાં આવ્યા હતા, એટલે કે ચૂંટણી પહેલાં ચૂંટણીના પરિણામનું પૂર્વાનુમાન. મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપ શાસિત રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપના હાથમાંથી સત્તા જતી રહે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. અહીં કોંગ્રેસના વિજયી બનવાનું પૂર્વાનુમાન કરાયું છે. તેલંગાણામાં સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વિજયી બને એવી સંભાવના છે. મિઝોરમમાં પણ કોંગ્રેસના હાથમાંથી સત્તા છિનવાઈને અન્ય સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ સૌથી મોટો પક્ષ બનીને આવે એવું પૂર્વાનુમાન કરાયું છે. 


પાંચ રાજ્યોની વર્તમાન સ્થિતિ અને મુખ્ય ચહેરાઃ 


મધ્યપ્રદેશ વિધાનસભાઃ 
મધ્યપ્રદેશ વિધાનસભાની મુદ્દત 7 જાન્યુઆરી, 2019ના રોજ સમાપ્ત થવાની છે. મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 231 બેઠક છે, જેમાં 1 બેઠક નામાંકિત સભ્ય માટેની છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે અને શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લી ત્રણ ટર્મથી મુખ્યમંત્રી પદે છે. 


મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: સત્તાનું ઘમાસાણ, ભાજપ સત્તા જાળવશે કે કોંગ્રેસ કરશે વાપસી?


  • કુલ બેઠકઃ 230

  • બહુમત માટે જરૂરી બેઠકઃ 116

  • ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018

  • મતદાનઃ 28 નવેમ્બર, 2018

  • મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ 


પક્ષ સીટ
ભાજપ 166
કોંગ્રેસ  57
બસપા 4
અપક્ષ   3

ભાજપના મુખ્ય ચહેરાઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ(બુધની), રમત-ગમત મંત્રી યશોધરા રાજે સિંધિયા(શિવપુરી), ક્રિશ્ના ગૌર(બાબુલાલ ગૌરની પુત્રી) ગોવિંદપુરા(ભોપાલ), ફાતેમા રસુલ સિદ્દીકી(ભોપાલ ઉત્તર), 


કોંગ્રેસના મુખ્ય ચહેરાઃ અજય સિંગ(વિરોધ પક્ષના નેતા) ચૂરહટ, જયવર્ધન સિંઘ(દિગ્વિજય સિંહનો પુત્ર)- રાઘવગઢ, લક્ષ્મણ સિંઘ(દિગ્વિજય સિંહના ભાઈ) ચાચૌરા, સરતાજ સિંઘ (હોશંગાબાદ), સંજય સિંઘ મસાણી(મુખ્યમંત્રી શિવરાજ સિંહના ભાઈ)-વારાસેઓની, કમલનાથ.


રાજસ્થાન વિધાનસભાઃ 
રાજસ્થાન વિધાનસભાની મુદ્દત 20 જાન્યુઆરીએ પુરી થવાની છે. અત્યારે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કુલ 163 બેઠક સાથે વસુંધરા રાજે મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજસ્થાનમાં ચાર જાતિઓ- જાટ, રાજપૂત, ગુર્જર અને મીણા સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત, મુસ્લિમ મતદારો પણ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય લડાઈ છે.


રાજસ્થાન ચૂંટણી પરિણામ LIVE: આજે EVM નક્કી કરશે 2274 મતદાતાનું ભવિષ્ય, મતગણતરી શરૂ


  • કુલ બેઠકઃ 200

  • બહુમત માટે જરૂરી બેઠકઃ 101

  • ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018

  • મતદાનઃ 7 ડિસેમ્બર, 2018

  • મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


પક્ષ  સીટ
ભાજપ 163
કોંગ્રેસ  21
બસપા 3
અન્ય 13

રાજસ્થાનમાં પરિવર્તન પેટર્ન
રાજસ્થાનમાં દેશનાં રાજ્યો કરતાં એક અલગ ચૂંટણી પેટર્ન રહી છે. અહીં છેલ્લા કેટલાય સમયથી દર પાંચ વર્ષે સત્તામાં પાર્ટી બદલાતી રહી છે. એટલે કે એક વખત કોંગ્રેસ સત્તામાં હોય તો તેના પછીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતી આવી છે. અગાઉ કોંગ્રેસના અશોક ગેહલોતની સરકારને હરાવીને 2013માં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. 


ભાજપના મુખ્ય ચહેરાઃ મુખ્યમંત્રી વસુંધરા રાજે(ઝાલારપટ્ટન), યુનુસખાન(ટોંક), 


કોંગ્રેસના મુખ્ય ચહેરાઃ માનવેન્દ્ર સિંઘ(ઝાલારપટ્ટન), સચિન પાઈલટ(ટોંક), અશોક ગેહલોત(પૂર્વ મુખ્યમંત્રી)-સરદારપુરા


છત્તીસગઢ વિધાનસભા 
છત્તીસગઢ વિધાનસભાની મુદ્દત 5 જાન્યુઆરી, 2019ના રોજ સમાપ્ત થવાની છે. છત્તીસગઢ વિધાનસભાની કુલ 91 બેઠક છે, જેમાં 1 બેઠક નામાંકિત સભ્ય માટે છે. મધ્યપ્રદેશમાંથી અલગ પડીને છત્તીસગઢ રાજ્યની રચના 1 નવેમ્બર, 2000ના રોજ થઈ હતી. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિજેતા બની હતી અને કોંગ્રેસના મુખ્યમંત્રી અજીત જોગીએ સરકાર બનાવી હતી. છત્તીસગઢ વિધાનસભાનું પ્રથમ સત્ર રાયપુરમાં આવેલી રાજકુમાર કોલેજના જસપુર હોલમાં મળ્યું હતું. છત્તીસગઢમાં કુલ 27 જિલ્લા છે. રાજ્યમાં કુલ 51 બેઠક સામાન્ય, 10 બેઠક એસસી અને 29 બેઠક એસટી માટે અનામત છે.


Live: છત્તીસગઢના 1269 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય, 8 કલાકે શરૂ થશે મતગણતરી


છત્તીસગઢમાં વર્તમાન મુખ્યમંત્રી રમણ સિંહ (ભાજપ) છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈને સરકાર બનાવતા રહ્યા છે. રાજ્યમાં તેઓ લોકપ્રિય નેતા અને મજબૂત રાજકીય પકડ ધરાવતી વ્યક્તિ છે. છેલ્લી ચૂંટણીમાં તેમને કોંગ્રેસની બરાબર ટક્કર મળી હોવા છતાં તેમણે સરકાર બનાવી હતી. જોકે, છેલ્લા 15 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ નકસલવાદને ડામવામાં અને રોજગાર પેદા કરવામાં નિષ્ફળ રહેલી તેમની સરકાર લોકોના ગુસ્સાનો ભોગ બની શકે છે.


  • કુલ બેઠકઃ 90

  • બહુમત માટે જરૂરી બેઠકઃ 46

  • ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018

  • મતદાનઃ 12 અને 20 નવેમ્બર, 2018

  • મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 

  • 2013 વિધાનસભા ચૂંટણી પરિણામ


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ


પક્ષ  સીટ
ભાજપ 49
કોંગ્રેસ  39
બસપા  01
અપક્ષ  1

મિઝોરમ વિધાનસભા 
1987માં મિઝોરમની સ્થાપના થઈ હતી અને ત્યાર બાદ 1989માં અહીં પ્રથમ સરકાર રચાઈ હતી. મિઝોરમમાં અત્યાર સુધી 6 વિધાનસભા ચૂંટણી થઈ છે, જેમાંથી 4 વિધાનસભામાં કોંગ્રેસની સરકાર રહી છે, જ્યારે 1998-2003 અને 2003થી 2008 સુધી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં રહી છે. કોંગ્રેસની ચારેય સરકારમાં વર્તમાન મુખ્ય મંત્રી લાલ થાનહવલા જ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા છે. મિઝોરમમાં સૌથી વધુ વસ્તી મૂળ આદિવાસી મિઝો પ્રજા બહુમતમાં છે અને આ ઉપરાંત ચકમા તથા બૌદ્ધ પ્રજા પણ વસે છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 15 ડિસેમ્બરના રોજ પૂરો થવાનો છે.  


Mizoram Assembly Result Live Updates: 40 સીટો માટે થશે મતગણતરી શરૂ


મિઝોરમના રાજકીય પક્ષો
મિઝોરમમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ઉપરાંત મિઝો નેશનલ ફ્રન્ટ અને મિઝમર પિપલ્સ કોન્ફરન્સ મુખ્ય પાર્ટી છે. ભાજપે વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીથી અહીં ઝંપલાવ્યું છે, પરંતુ હજુ પોતાનું અસ્તિત્વ બનાવી શકી નથી. આ ઉપરાંત એનસીબી, ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી, મારલન્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ જેવા સ્થાનિક પક્ષો પણ રાજકીય કદ ધરાવે છે.


  • કુલ બેઠકઃ 40

  • બહુમત માટે જરૂરી બેઠકઃ 21

  • ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018

  • મતદાનઃ 28 નવેમ્બર, 2018

  • મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ


પક્ષ  સીટ
કોંગ્રેસ   34
MNF 5
MPC  1

તેલંગાણા વિધાનસભાઃ 
તેલંગાણામાં આમ તો આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ આવતી હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દ્વારા 6 સપ્ટેમ્બર, 2018ના રોજ વિધાનસભા વહેલા ભંગ કરી દેવાના કારણે અત્યારે ચૂંટણી યોજવી પડી રહી છે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસ અહીં સ્થાનીક પક્ષ પ્રજાકુટમી અને તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહી છે. ભાજપ અને ટીઆરએસ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. અહીં, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસે-ઈત્તેહાદુલ-મુસ્લેમિન ટીઆરએસના સમર્થનમાં ચૂંટણી લડી રહી છે. 


Telangana Assembly Result Live Updates: 119 સીટ પર કોણ બનશે તેલંગણા કિંગ?


તેલંગાણા રાજ્યનું ચૂંટણી સમીકરણ
વર્ષ 2014 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 119+1 (1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)


ગત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ


પક્ષ  સીટ
TRS  90
કોંગ્રેસ 13
AIMIM 7
ભાજપ 5
TDP   03
CPIM   01

ટીઆરએસના મુખ્ય ચહેરાઃ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ(કેસીઆર)- ગજવેલ બેઠક, પ્રેમ સિંઘ રાઠોર(ટીઆરએસ)-ગોશામહલ(હૈદરાબાદ), કે.ટી. રામા રાવ(સિરસિલા), ટી. હરિશ રાવ, 


કોંગ્રેસઃ એ. રેવાન્થ રેડ્ડી(કોડાંગલ) ઉપરાંત અન્ય કેટલાક પ્રમુખ નેતાઓ છે.