જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં મોટી આતંકી હુમલો, 4 પોલીસ જવાનો શહીદ
છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં આતંકી હુમલામાં વધારો થયો છે. વધુ એક આતંકી સેનાને નિશાને લઈ રહ્યાં છે. તો બીજીતરફ સેના પણ ઓપરેશન ચલાવી રહી છે.
શોપિયાં: જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં બુધવારે બપોરે આતંકી હુમલો થયો છે. આતંકીઓના આ હુમલામાં 4 પોલીસ જવાનો શહીદ થયા છે. હુમલો કરનારા આતંકીઓ કોણ છે તેની જાણકારી મળી નથી. હુમલાના સમાચાર મળતા જ તમામ ઓફિસરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
મહત્વનું છે કે જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારની સવારે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ખાનબળના મુનિવાદ ગામમાં આતંકવાદીઓની હાજરીની ખાતરીની સૂચનાના આધાર પર સુરક્ષાદળોએ આજે સવારે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
જમ્મૂ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યએ પણ આ ઓપરેશનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું, આતંકવાદીઓએ સર્ચ ટૂકડી પર ગોળીબારી કરી. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીની સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણ બાદ વિસ્તારમાં ટ્રેન અને ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.