`અટલ` સમાધી માટે 1.5 એકર જમીન ફાળવાઇ, મુખાગ્ની પહેલા થશે આ કાર્યક્રમ
અટલ બિહારી વાજપેયીનાં નિધન બાદ તેમનાં શોકમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે
ठन गई, मौत से ठन गई... વરસો પહેલા આ શબ્દોને કાગળ પર ઉતારનાર અટલ બિહારી વાજપેયી સાચે જ મોતની સાથે ઠેરી ગઇ અને અનંત યાત્રા પર જતા રહ્યા. પૂર્વ વડાપ્રધાનનાં નિધન એમ્સમાં ગુરૂવારે સાંજે 05,05 વાગ્યે નિધન થયું. વાજપેયી 11 જુન 2018થી એમ્સમાં દાખલ હતા. અને ડોક્ટર્સની સતત નજર હેઠળ હતા. 9 અઠવાડીયાથી તેમની તબિયત સ્થિર હતી. જો કે છેલ્લા 36 કલાકમા તેમની તબિયત બગડી અને તેમને જીવન રક્ષક પ્રણાલી પર રખાયા હતા. જો કે તમામ પ્રયાસો છતા દેશે આજે બધાને સાથે લઇને ચાલવાની અનોખી કાબેલિયત ધરાવતો વ્યક્તિ ગુમાવી દીધો.
નિધન બાદ એમ્સથી વાજપેયીનાં પાર્થિવ શરીર તેમનાં આવાસ કૃષ્ણા મેનન મારગ પર લઇ જવામાં આવ્યું છે. ગુરૂવારે રાત્રે પાર્થિવ શરીરને અહીં જ રાખવામાં આવશે. તેમનાં ચાહનારાઓ રાત્રે 9 વાગ્યાથી અંતિમ દર્શન કરી શકશે. એક પ્રકારે આ આવાસ પર તેમની આ અંતિમ રાત હશે. શુક્રવારે સવારે 9 વાગ્યે વાજપેયીનો પાર્થિક દેહ ભાજપ મુખ્ય મથક ખાતે લવાશે. જ્યાં આશેર 4 કલાક તેમને દર્શન માટે રખાશે.
ભાજપનાં ઝંડાને પાર્ટી મુખ્યમથક ખાતે અડધી કાઠીએ કરી દેવાયો છે. પાર્ટીની તરફથી અંતિમ વિદાય બાદ એક વાગ્યે અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા નિકળશે. જે ભાજપ ઓફીસથી રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ સુધી જશે. અને સાંજે 4 વાગ્યે સ્મૃતિ સ્થળ ખાતે વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સ્મૃતિ સ્થળની આસપાસ મોટા પ્રમાણમાં સુરક્ષા દળોને ફરજંદ કરાયા છે. એસપીજી પણ ફરજંદ કરાઇ છે. સ્મૃતિ સ્થળ રાજઘાટની બિલ્કુલ નજીક છે. બીએસએફ પહેલાથી જ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળનું સંચાલન કરે છે. સ્મૃતિ સ્થળમાં વાજપેયીનું સ્મારક બનાવવા માટે ડોઢ એકર જમીન ફાળવવામાં આવી છે. હાલ રાષ્ટ્રીય સ્મૃતિમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે, સ્મૃતી સ્થળ પર પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા અને આર.નારાયણની પણ સમાધિ છે.