નવી દિલ્હી : નવી દિલ્હીનાં સ્મૃતિ સ્થળ પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય દ્વારા તેમને મુખાગ્નિ આપવાની સાથે જ ભારતીય રાજનીતિમાં એક યુગનો અંત આવ્યો હતો. નમિતા ભટ્ટાચાર્યએ અટલજીનાં મુખાગ્નિ આપવાની સાથે જ ભાવુક સ્વરમાં અટલ બિહારી અમર રહે કહ્યું. આ દરમિયાન તેમનું ગણું એકદમ રૂંધાઇ ગયું હતું, અને તેમનાં અવાજમાં તે દર્દનો સ્પષ્ટ અહેસાસ થઇ શકતો હતો, જેમાંથી આજે સમગ્ર દેશ પસાર થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO અટલજીની અનંત યાત્રા: સર્જાયા ભાવુક દ્રશ્યો...

પ્રપૌત્રીને સોંપાયો ત્રિરંગો
અગાઉ નમિતા ભટ્ટાચાર્યની પુત્રી નિહારિકાને અટલજીનાં શરીર પર ઓઢાડાયેલ ત્રિરંગો સોંપવામાં આવ્યો. નિહારીમા ઘણી મુશ્કેલી સાથે પોતાના આંસુ રોકવાનાં પ્રયાસો કરી રહી હતી, પરંતુ વચ્ચે વચ્ચે તેમનાં સબરનો બંધ તુટી જતો હતો. અટલ બિહારી અવિવાહિત હતા. જો કે તેમણે રાજકુમાર કૌલની પુત્રી નમિતા ભટ્ટાચાર્યને ગોદ લીધા હતા. રાજકુમારી કૌલ તેમની સાથે ગ્વાલિયરના વિક્ટોરિયા કોલેજમાં ભણતા હતા. આ વિદ્યાલયનું નામ હવે બદલીને લક્ષ્મી બાઇ કોલેજ કરી દેવામાં આવ્યા છે. નમિતાનાં વિવાહ રંજન ભટ્ટાચાર્ય સાથે થયા હતા અને તેમણે ઓએસડી સ્વરૂપે કાર્ય કર્યું. 


અટલજીનો અંતિમ સંસ્કાર સ્મૃતિ સ્થળ પર હિંદૂ રીતિ   રિવાજ સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ સહિત વિપક્ષના મુખ્ય નેતાઓ અને ઘણઆ દેશોનાં પ્રમુખો તથા પ્રતિનિધિઓએ અટલજીને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.