પ્રયાગરાજમાં અટાલા મોટી મસ્જિદના ઇમામની ધરપકડ, પોલીસ વિરુદ્ધ યુવાનોને ભડકાવી કરાવ્યો હતો હુમલો
Prayagraj Violence: પ્રયાગરાજ પોલીસે હિંસા ભડકાવનાર અટાલા મોટી મસ્જિદના ઇમામ અલી અહમદની ધરપકડ કરી છે.
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના અટાલા વિસ્તારમાં જુમાની નમાઝ બાદ થયેલી હિંસાને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. પ્રયાગરાજ પોલીસને આ મામલામાં મોટી સફળતા મળી છે. પ્રયાગરાજ પોલીસે અટાલા મોટી મસ્જિદના ઇમામ અલી અહમદની ધરપકડ કરી છે. અલી અહમદે પોલીસકર્મીઓને કાફિર કરતા યુવાનોને ભડકાવ્યા હતા. ત્યારબાદ પથ્થરમારો અને આગની ઘટનાઓ બની હતી.
જાણકારી પ્રમાણે અટાલા મસ્જિદના ઇમામનું નામ પણ બબાલ કરનારમાં સામે આવ્યું હતું. તોફાન પહેલાં પોલીસે મસ્જિદના ઇમામને સૂચના આપી હતી, પરંતુ અલી અહમદે સહયોગ કર્યો નહીં.
જાવેદ અહમદ પર કાર્યવાહી
એસએસપી અજય કુમાર પ્રમાણે બબાલ અને હિંસામાં સામેલ લોકોની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હિંસાનો માસ્ટરમાઇન્ડ જાવેદ અહમદ ઉર્ફે પંપ છે. પ્રયાગરાજમાં 10 જૂને હિંસાના મામલામાં માસ્ટરમાઇન્ડ કહેવાતા જાવેદ અહમદનું ઘર બુલડોઝરથી ધરાશાયી કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Prophet Remarks Row Protest: લોકતંત્રમાં હિંસાનું કોઈ સ્થાન નથી, નમાઝ બાદ બબાલ પર બોલ્યા અનુરાગ ઠાકુર
આ મામલામાં કરેલી અને ખુલ્દાબાદ પોલીસ સ્ટેશનમાં તોફાન કરવા સહિતની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 36 નામજોગ અને 1000 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મોડી રાત્રે 40 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે 10 મુખ્ય આરોપીઓને શોધવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube