નવી દિલ્હીઃ Atiq Ahmed Murder Case: માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી, અરૂણ મૌર્ય અને સની સિંહનો ગુનાહિત ઈતિહાસ ધીમે-ધીમે સામે આવી રહ્યો છે. ઝી મીડિયા સંવાદદાતા પ્રમાણે ત્રણેય ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. શૂટર સનિ સિંહ પર લગભગ 17 કેસ નોંધાયેલા છે. સની સિંહ કાસગંજનાના કુરારા પોલીસ સ્ટેશન વિસ્તારનો હિસ્ટ્રીશીટર ગુનેગાર છે. સની સિંહ પોતાના માતા-પિતાના મોત બાદ ગુનાની દુનિયામાં આવ્યો હતો. તે ઘણા વર્ષોથી પોતાના ઘરે ગયો નથી. સની છેલ્લા 10 વર્ષથી ગુનાની દુનિયામાં એક્ટિવ છે. સની સિંહ પર લૂટ તથા હત્યાના પ્રયાસ જેવા ઘણા કેસ નોંધાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનીક નિવાસીઓ પ્રમાણે છેલ્લા 10 વર્ષથી તે પોતાના ઘર કુરારા આવ્યો નથી. તે 10 વર્ષ પહેલા ગામમાં ચા વેચવાનું કામ કરતો હતો. 


સુંદર ભાટી ગેંગ માટે કામ કરવાનો આરોપ
ઝી મીડિયાના સંવાદદાતાએ જણાવ્યું કે કુરારા પોલીસ સ્ટેશનમાં સની સિંહ વિરુદ્ધ 14 કેસ નોંધાયેલા છે. વર્ષ 2016માં તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. હમીરપુર જેલમાં બંધ હતો ત્યારે તેણે ઘણા મોટા ગુનેગારો અને ગેંગસ્ટરો સાથે ગાઢ સંબંધો કેળવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તે સમયે સની સિંહ પશ્ચિમ યુપીના ખતરનાક માફિયા સુંદર ભાટીને મળ્યો હતો. સની સિંહ સુંદર ભાટી ગેંગ માટે કામ કરવાના આરોપોનો સામનો કરી રહ્યો છે.


આ પણ વાંચોઃ ત્રણ હુમલાખોરોએ કેવી રીતે ઘડ્યું હત્યાનું કાવતરું? યુપી પોલીસે જણાવી કહાની


પિતાના મોત બાદ બન્યો ક્રિમિનલ
જ્યારે સની સિંહની માતા તેના મામાના ઘરે રહે છે, તેના પિતા અને તેના એક ભાઈનું અવસાન થયું છે. સની સિંહનો મોટો ભાઈ પિન્ટુ સિંહ તેનાથી અલગ રહે છે. તે કહે છે કે તેની સાથે તેનો કોઈ સંબંધ નથી. સની કુરારા પોલીસ સ્ટેશન વિસ્તારના રામ લીલા મેદાન પાસે રહેતો હતો.


શૂટર લવલેશ જઈ ચુક્યો છે જેલ
તો શૂટર લવલેશના ઘરની જાણકારી મળી છે. લવલેશ શહેર કોતવાલીના ક્યોટરા મહોલ્લામાં ભાડાના મકાનમાં રહે છે. તેના પિતાએ કહ્યું કે, અમારે કોઈ સંબંધ નથી, ઘરે ક્યારેક આવતો હતો. 5-6 દિવસ પહેલા બાંદા ગયો હતો. પહેલાં એક કેસમાં જેલમાં જઈ ચુક્યો છે. તે મૂળ રૂપથી જસપુરાનો રહેવાસી છે. ભાઈ વેદ તિવારીએ કહ્યું કે, અમારે તેની સાથે કોઈ સંબંધ નથી. પિતાનું નામ યજ્ઞ તિવારી છે. તે એક સ્કૂલમાં બસ ડ્રાઇવર છે. 


આ પણ વાંચોઃ બદલાઈ જશે મીડિયા કવરેજના નિયમો! પ્રયાગરાજ હત્યાકાંડ બાદ લેવાયો મોટી નિર્ણય


કોન્સ્ટેબલની હત્યા કરી ચુક્યો છે અરૂણ મૌર્યા
ત્રીજો શૂટર અરૂણ મૌર્યા ઉર્ફે કાલિયાનો પણ ગુનાહિત ઈતિહાસ છે. અરૂણ મૌર્યાએ જીઆરપીના એક કોન્સ્ટેબલની હત્યા કરી હતી. લવલેશ તિવારી, અરૂણ મૌર્યા અને સની સિંહ ત્રણેય અલગ-અલગ જિલ્લામાં રહે છે અને ત્રણેય ક્યારે એકબીજાને મળ્યા? શું આ ત્રણેય કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ કરતા હતા? આ ત્રણેયને અતીકની હત્યા કરવા માટે શું સોપારી આપવામાં આવી કે આ ત્રણેયે અતીકને મારીને મોટા માફિયા બનવાનો પ્લાન બનાવ્યો, તેની જાણકારી પોલીસ મેળવી રહી છે. અતીક અને તેના ભાઈની હત્યા ક્યા કારણે કરવામાં આવી તે તો તપાસ બાદ સામે આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube