Atique Ashraf Murder Case Latest Updates: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસની હાજરીમાં સરે જાહેરમાં હત્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. આ ઘટના બાદ યુપી સહિત સમગ્ર દેશભરમાં હડકંપ મચી ગયો છે. બે ખુંખાર આરોપીઓને લઈને પોલીસ જઈ રહી હોય છે. અને મીડિયા પણ સતત આ ગુનેગારોનું કવરેજ કરી રહ્યું હોય છે. એવામાં કોઈને કોઈ સમજાય તે પહેલાં ઉપરાઉપરી ફાયરિંગ થયું અને જોતજોતામાં બન્ને ખુંખાર માફિયા બ્રધર્સ ઢળી પડ્યાં. અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની મોતની ઘટના ઢગલાબંધ ટીવી ચેનલોના લાઈવ કેમેરામાં કેદ થઈ. આ ઘટનાને પગલે સુરક્ષામાં છિંડા સામે આવ્યાં. જેને પગલે હવે આ પ્રકારના લાઈવ મીડિયા કવરેજ પર રોક લાગી શકે છે. સરકાર દ્વારા કેટલીક બાબતોને મર્યાદિત બનાવવામાં આવી શકે છે. તેના માટેના અલગથી નિયમો પણ બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી


બદલાઈ જશે મીડિયા કવરેજના નિયમોઃ
MHA પત્રકારોની સુરક્ષા માટે તૈયાર કરશે ખાસ SOP. પીએમ મોદી અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ બનશે SOP. પ્રયાગરાજમાં માફિયા બ્રધર્સની હત્યાની ઘટના બાદ લેવાયો નિર્ણય. શૂટરોએ નકલી પત્રકાર બનીને કરી અતીક અને અશરફની હત્યા.


કારણકે, અતીકને મારવા આવેલાં શૂટરો પોતે પત્રકાર હોવાની ઓળખ આપીને પોલીસ પ્રોટેક્સનની નજીક પહોંચયા હતાં. અતીક અને તેનો ભાઈ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા એવા સમયે જ અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું. કોઈ કઈ સમજે એ પહેલાં તો ફિલ્મી સીનની માફક ખેલ એકબાદ એક ગોળીઓ ધરબી દેવામાં આવી.


આ પણ ખાસ વાંચોઃ  Maruti, Mahindra, Honda અને Hyundai ની આ શાનદાર ગાડીઓ કંપનીએ અચાનક કેમ કરી દીધી બંધ? આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક! આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી આ પણ ખાસ વાંચો:  શું તમે પહેલી વખત ખરીદી રહ્યાં છો કાર, રાખો આ સાત વાતોનું ધ્યાન


અતીકને મારવા આવેલાં શૂટરો પત્રકાર તરીકે ઓળખ આપીને ત્યાં પ્રવેશ્યા હતાં. તેમના ગળામાં કોઈ ચેનલનું નકલી આઈકાર્ડ પણ હતું. મીડિયા કર્મી સમજીને પોલીસે પણ તેમને નજીક આવવા દીધાં હતાં. પછી તો પોલીસ પણ કંઈ સમજી શકે તે પહેલાં ફિલ્મી સીનની માફક ગોળીબાર થવા લાગ્યો. અને ક્ષણવારમાં જ યુપીના માફિયા રાજનું પતન થઈ ગયું.


જે અતીક અહેમદ અને તેનો ભાઈ છેલ્લાં 40 વર્ષથી યુપીમાં રાજ કરતા હતાં. વેપારીઓ અને નેતાઓને પરેશાન કરતા હતા તે ગેંગસ્ટર્સ બ્રધર્સનું ફાયરિંગ મોત થઈ ગયું. જોકે, બન્ને માફિયાઓની મોત બાદ તુરંત જ હુમલાખોરોએ હથિયાર ફેંકીને પોતાની જાતને પોલીસ સમક્ષ સોંપી દીધી હતી. આત્મસમર્પણ કરી દીધું હતું.


આ પણ ખાસ વાંચોઃ  હાર્દિક પંડ્યા પર લાગી શકે પ્રતિબંધ! ચાલુ મેચમાં કરી મોટી ભૂલ, ફટકારાયો મોટો દંડ આ પણ ખાસ વાંચોઃ  IPLમાં મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral