Atique Ahmed Killing: પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન અતીક અહેમદે ઘણી બધી ચોંકાવનારી બાબતો અંગે ખુલાસા કર્યા હતાં. જોકે, તેની મોત બાદ ઘણાં રહસ્યા અકબંધ રહી ગયાં. જોકે, ઘણી બાબતો અતીકની હત્યાના ષડયંત્ર તરફ ઈશારો કરે છે. ઉલ્લેખની છેકે, ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઈકાલે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ હુમલાખોરોએ પોલીસની સામે અતીક અને અશરફ પર ગોળીબાર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં આ ઘટના કોઈ ફિલ્મી સીનથી કમ નહોંતી. કારણકે, ત્રણેય આરોપીઓએ ઉપરાછાપરી ગોળીઓ ધરબીને પહેલાં તો બન્ને કુખ્યાત ગેંગસ્ટર બ્રધર્સની હત્યા કરી દીધી. અને ત્યાર બાદ તુરંત જ હથિયાર ફેંકીને પોલીસ સમક્ષ પોતાનું આત્મસમર્પણ કરી દીધું.


ઉલ્લેખનીય છેકે, જ્યારે આ ઘટના બની તે સમયે અતીક અને અશરફની આસપાસ ઘણા સુરક્ષાકર્મીઓ હતા પરંતુ તેઓને તેમને હુમલાખોરોથી બચાવી શકાયા નહીં. ઉપરાછાપરી થયેલાં ફાયરિંગથી અતીક અને અશરફ બન્નુંને માફિયા બ્રધર્સનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.


જો કે, અતીક અને અશરફની હત્યા પાછળ હુમલાખોરોનો હેતુ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ બંનેની હત્યા પાછળ કોઈ મોટું કાવતરું હોવાના સંકેતો મળી રહ્યા છે. ચાલો જાણીએ ષડયંત્રના આ 5 સંકેતો વિશે.


અતીક-અશરફની હત્યા પાછળ મોટું ષડયંત્ર છે?


1. હુમલાખોરો શિખાઉ ન હતા-
અતીક અને અશરફના હત્યારાઓ જે રીતે ગોળીબાર કરતા જોવા મળ્યા તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ બંદૂક ચલાવવામાં એક્સપર્ટ હતા. તેથી સોપારી કિલિંગની આશંકા પણ તેજ બની છે.


2. રહસ્ય જાહેર કરવાનો ડર-
અતીક અહેમદનું સામ્રાજ્ય 40 વર્ષથી વધુ જૂનું હતું, તેના તમામ નેતાઓ અને મોટા લોકો સાથે સંબંધો હતા. શક્ય છે કે રહસ્ય ખુલી જવાના ડરથી બંનેની હત્યા કરવામાં આવી હોય. અતીક અહેમદ અને અશરફે પોલીસ અને એટીએસની પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા હતા.


3. હત્યાનું ફુલ પ્રૂફ પ્લાનિંગ-
આરોપીઓ મીડિયાના વેશમાં આવ્યા હતા. અચાનક મીડિયા કર્મી હોવાની ઓળખ આપીને અતીકની નજીક પહોંચેલાં આરોપીઓએ એકબાદ એક ગોળીઓ ચલાવીને સ્થળ પર અતીક અને તેના ભાઈ અશરફને ઠાર મારી દીધાં હતાં.


4. ISI-લશ્કર સંબંધોનો ખુલાસો-
હાલમાં જ પૂછપરછ દરમિયાન અતીકના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કર સાથેના સંબંધોનો ખુલાસો થયો હતો. શક્ય છે કે અતીક વધુ મોટા રહસ્યો ઉજાગર ન કરી શકે, તેથી તેની હત્યા કરવામાં આવી હોય.


5. વાતાવરણ બગાડવાનું કાવતરું-
અતીક અને અશરફની હત્યા બાદ સમગ્ર યુપીમાં હાઈ એલર્ટ છે. તમામ જિલ્લામાં કલમ 144 લાગુ છે. શક્ય છે કે યુપીમાં સામાજિક સૌહાર્દ અને શાંતિ ડહોળવાના હેતુથી આ હત્યા કરવામાં આવી હોય.