સબરીમાલા: MLAનાં ઘર અને RSS ઓફીસર પર હૂમલો, ભાજપે ગણાવ્યું સરકારી ષડયંત્ર
સબરીમાલા મંદિરમાં 50 વર્ષથી વધારેની ઉંમરની બે મહિલાઓનાં પ્રવેશ મુદ્દે હિંસા હજી પણ ચાલી રહી છે, જેમાં કેટલાક અજાણ્યા લોકોએ ભાજપ સાંસદના પૈતૃક મકાન પર શનિવારે એક દેશી બોમ્બ ફેંક્યો અને અહી આવેલી આરએસએશ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. આ અંગે ભાજપની કેરળ સરકાર અને મુખ્યમંત્રી પિનારાઇ વિજયન પર નિશાન સાધતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર વોટબેંકની રાજનીતિ કરી રહી છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવે કન્નુરમાં થયેલી હિંસાને પિનારાઇ સરકારનું કાવત્રું ગણઆવ્યું હતું. તેમણે કહ્યું કે, કેરળ પાર્ટી કાર્યકર્તાઓનો નિશાન બનાવ્યા છે. કેરળ સરકાર સબરીમાલાનાં નામ પર તૃષ્ટીકરણની રાજનીતિ કરે છે.
કુન્નુર : સબરીમાલા મંદિરમાં 50 વર્ષથી વધારેની ઉંમરની બે મહિલાઓનાં પ્રવેશ મુદ્દે હિંસા હજી પણ ચાલી રહી છે, જેમાં કેટલાક અજાણ્યા લોકોએ ભાજપ સાંસદના પૈતૃક મકાન પર શનિવારે એક દેશી બોમ્બ ફેંક્યો અને અહી આવેલી આરએસએશ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. આ અંગે ભાજપની કેરળ સરકાર અને મુખ્યમંત્રી પિનારાઇ વિજયન પર નિશાન સાધતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર વોટબેંકની રાજનીતિ કરી રહી છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવે કન્નુરમાં થયેલી હિંસાને પિનારાઇ સરકારનું કાવત્રું ગણઆવ્યું હતું. તેમણે કહ્યું કે, કેરળ પાર્ટી કાર્યકર્તાઓનો નિશાન બનાવ્યા છે. કેરળ સરકાર સબરીમાલાનાં નામ પર તૃષ્ટીકરણની રાજનીતિ કરે છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટનાઓથી થોડા જ કલાકો પહેલા અજાણ્યા લોકોએ માકપા ધારાસભ્ય એએન શમશીર અને પાર્ટીનાં કન્નુર જિલ્લાના પૂર્વ સચિવ પી.શશિનાં ઘરો પર દેશી બોમ્બ ફેંક્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપ સાથે રાજ્યસભા સભ્ય વી.મુરલીધરણનાં પૈતૃક મકાન પર શનિવારે સવારે આ હૂમલો થયો. જો કે તેમાં કોઇ નુકસાન નહોતું થયું. મુરલીધરે જણાવ્યું કે, તલાસરીની પાસે વદિયિલ પીડિકિયા ખાતે તેમનાં પૈતૃક મકાન પર હૂમલો થયો જો કે કોઇ ઘાયલ નહોતું થયું.
આંધ્રપ્રદેશમાં હાલનાં સાંસદે જણાવ્યું કે, હૂમલા સમયે મારી બહેન, જીજાજી અને તેમની પુત્રી ઘરમાં હાજર હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, એક અન્ય ઘટનામાં અજાણ્યા લોકોએ શનિવારે સવારે પરિયારમ વિસ્તારમાં આવેલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)નાં કાર્યાલયને આગ લગાવી દીધી. ગત્ત વર્ષે તમામ આયુ વર્ગની મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતી આપવાનારા હાઇકોર્ટનાં આદેશ બાદ પહેલીવાર બુધવારેમંદિરમાં બે મહિલાઓનાં પ્રવેશ મુદ્દે કેરળમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.