નવી દિલ્હી: દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિના અવસર પર નિકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. આ હિંસામાં પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહી રહ્યું છે કે યાત્રામાં સામેલ લોકો પર અચાનક પથ્થરબાજી થવા લાગી જેના લીધે બીજા પક્ષ તરફથી પણ પથ્થરમારો કર્યો છે. સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે અને મોટી સંખ્યામાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. 


પોલીસ સ્થિતિ પર મેળવી રહી છે કાબૂ
કહેવામાં આવી રહ્યું છે કે શોભા યાત્રા જ્યારે જહાંગીરપુરી સ્થિત સંપ્રદાય વિશેષના એક ધાર્મિક સ્થળ પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો. ત્યારબાદ નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી અને હિંસા ભડકી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ઉભેલી એક ઇ રીક્શાને આગ લગાવી દીધી હતી. આસપાસ તોડફોડ શરૂ કરી દીધી છે. હાલ મોટી સંખ્યામાં પોલીસકર્મી અને ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર કાબૂ મેળવવા પહોંચી ગયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube