Atul Subhash Case: અતુલ સુભાષના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો, પત્ની અને સાસુએ આવું કહ્યું હતું?
આત્મહત્યા કરનારા સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે વીડિયો અને સ્યૂસાઈડ નોટ દ્વારા અનેક ખુલાસા કર્યા છે. તેમણે અલગ રહેતી પત્ની નીકિતા સિંઘાનિયા અને તેના પરિવાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.
આત્મહત્યા કરનારા સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે વીડિયો અને સ્યૂસાઈડ નોટ દ્વારા અનેક ખુલાસા કર્યા છે. તેમણે અલગ રહેતી પત્ની નીકિતા સિંઘાનિયા અને તેના પરિવાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે યુપીના જૌનપુરની ફેમિલી કોર્ટની બહાર નીકિતાની માતા નિશા સિંઘાનિયાએ કહ્યું હતું કે, 'અરે તુ હજુ સુધી મર્યો નથી'. આ સાથે જ માતા પિતાને પણ ધમકાવવાના આરોપ લગાવ્યા છે.
સુભાષે પોતાની સ્યુસાઈડ નોટમાં અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. 21 માર્ચ 2024નો તેમણે ઉલ્લેખ કર્યો છે. તે વખતે તે તેમની પત્ની નીકિતા સિંઘાનિયા ફેમિલી કોર્ટ જજ રીતા કૌશિકની ચેમ્બરમાં હતા. સ્યુસાઈડ નોટ મુજબ સુભાષ જજને કહી રહ્યા હતા કે મેડમ તમે જો એનસીઆરબીનો ડેટા જોશો તો લાખો પુરુષો ખોટા કેસના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. નોટ મુજબ નીકિતાએ જવાબ આપ્યો હતો કે તો 'તુ પણ આત્મહત્યા કેમ કરતો નથી'.
ત્યારબાદ તેમણે સ્યુસાઈડ નોટમાં 10 એપ્રિલ 2024ની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ પ્રિન્સિપલ ફેમિલી કોર્ટની બહાર ઊભા હતા. નોટ મુજબ 'હું જ્યારે કોર્ટરૂમની બહાર આવ્યો તો ત્યાં સાસુ નિશા સિંઘાનિયાએ મને ઉશ્કેરવાની કોશિશ કરી.' નોટ મુજબ નિશાએ કહ્યું કે .અરે તે હજુ સુધી આત્મહત્યા કરી નથી, મને લાગ્યું કે આજે તારી આત્મહત્યાના સમાચાર આવશે, તે દિવસે તે જજને કહ્યું હતું ને કે આત્મહત્યા કરીશ'.
જેના પર સુભાષે જવાબ આપ્યો કે, હું મરી ગયો તો તમારા લોકોની પાર્ટી કેવી રીતે ચાલશે. નોટ મુજબ નિશાએ હસતાં હસતાં કહ્યું હતું કે તો પણ ચાલશે. તારો બાપ આપશે પૈસા. પતિ મરે તો બધુ વાઈફનું હોય છે. તારા મર્યા બાદ તારા મા બાપ પણ જલદી મરશે પછી. તેમાં પણ વહુનો મોટો હિસ્સો હોય છે. આખી જિંદગી તારો આખો પરિવાર કોર્ટના ચક્કર કાપશે.
સુભાષે નોટમાં એ પણ કહ્યું કે આ ઘટનાઓ ઉપરાંત નિશા, અનુરાગ અને સુશીલ સિંઘાનિયાએ તેમને અને તેમના માતા પિતાને અનેકવાર પીટવાની, મારવાની અને ખોટા કેસ કરવાની ધમકીઓ આપી છે.