ફરી અરબ સાગરમાં આ તારીખે સર્જાશે વરસાદી સિસ્ટમ! જાણો અંબાલાલની કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

Ambalal Patel Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. દિવસભર ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

1/9
image

ગુજરાતમાં આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે. નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કોલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.

2/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.    

3/9
image

અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવોસમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે, 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ 16 થી 24 ડિસેમ્બર અરબ સાગરમાં સિસ્ટમ બનશે. જેને કારણે રાજ્યમાં કમોમસી વરસાદ વરસી શકે છે. ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે. 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે.

4/9
image

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.   

5/9
image

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ તાર્તો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણી લો આગામી દિવસમાં રાજ્યમાં કેવું તાપમાન રહેશે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. 

6/9
image

છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. 

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં જતાં બરફની ચાદર છવાઈ

7/9
image

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.

8/9
image

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે.   

9/9
image

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.