15 ઓગસ્ટ: સરકારનો મોટો નિર્ણય, આર્મી અધિકારીઓએ સમારોહ સુધી કર્યા કોરોન્ટાઇન
તમને જણાવી દઇએ કે આ તમામ અધિકારી અને તેમના સ્ટાફને ફક્ત પરેડ રિહર્સલ અને કાર્યક્રમ સાથે જોડાયેલી તૈયારીઓમાં જ ભાગ લઇ શકશે અને કામ પુરૂ થયા બાદ તમામ સીધા પોતાના ઘરે જશે. દિલ્હી પોલીસના તમામ સ્ટાફને પણ મૌખિક રીતે એ પણ આદેશ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને જોતાં આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ (Independence day celebration) માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. આ વખતે 15 ઓગસ્ટ પરેડમાં સામેલ થનાર ઇન્ડિયન આર્મી (Indian Army), ઇન્ડિયન એરફોર્સ (Indian Airforce), ઇન્ડિયન નેવી (Indian Navy) અને દિલ્હી પોલીસના તમામ અધિકારીઓ સહિત તેમના ડ્રાઇવર, ઓપરેટર, કુક, બસ ડ્રાઇવર પરેડ ટ્રેનર, બાકી સ્ટાફને 15 ઓગસ્ટ સુધી કોરોન્ટાઇન (Quarantine) કરી લીધા છે.
તમને જણાવી દઇએ કે આ તમામ અધિકારી અને તેમના સ્ટાફને ફક્ત પરેડ રિહર્સલ અને કાર્યક્રમ સાથે જોડાયેલી તૈયારીઓમાં જ ભાગ લઇ શકશે અને કામ પુરૂ થયા બાદ તમામ સીધા પોતાના ઘરે જશે. દિલ્હી પોલીસના તમામ સ્ટાફને પણ મૌખિક રીતે એ પણ આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે થનાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં દેશના પીએમ મોદી (Narendra Modi)ના ઉપરાંત ઘણા VVIP અને VIP સામેલ થાય છે. કાર્યક્રમ દરમિયાન રેડ કાર્પેટ પર ગાર્ડ ઓફ ઓનર વખતે ખુદ પીએમ પરેડ કમાંડર અને જવાનો વચ્ચેથી પસાર થાય છે. એવામાં કોરોનાના તેજીથી ફેલાતા સંક્રમણના ખતરાને જોતાં સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત કાર્યક્રમ સુધી પરેડમાં ઉપયોગ થનાર સરકારી ગાડીને દરરોજ સેનિતાઇઝ કરીને પણ સખત આદેશ આપ્યા છે. એજન્સીઓ તરફથી તમામ યુનિટને આ સંબંધમાં આદેશ જાહેર કરી દીધો છે. ઇન્ડિયન આર્મીની પહેલ અને પ્લાન બાદ કોરોના બચાવની આ રૂપરેખા સરકારે તૈયાર કરી છે. તો બીજી તરફ કોરોના મહામારીને જોતાં આ વર્ષે લાલ કિલ્લામાં ખૂબ ઓછા લોકો સામેલ થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube