નવી દિલ્હી : ભારતીય લોકોની જેમ અહીંના ખાન-પાન, સુંદર વ્યંજનો વિશ્વમાં બોલબાલા છે. આ જ કારણ છે કે વિશ્વનાં દેશોમાં સામાન્યથી માંડીને ખાસ લોકો ભારતીય વ્યંજનોનો સ્વાદ ચાખવા ઇચ્છે છે. વિશ્વાસ નથી થતો કે તેમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસ (Scott Morrison) ભારતીય સમોસાના શોખી છે. તેમણે સમોસાનો સ્વાદ ચાખ્યા બાદ શેર કરી. માત્ર એટલું જ નહી તેમણે તેની સાથે જ તેમ પણ કહ્યું કે, તેઓ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સાથે ખાવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ સરકારની કેન્દ્રને અપીલ- પગાર આપવાના પૈસા નથી, 5 હજાર કરોડની તત્કાલ કરો મદદ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રવિવારે સમોસામો આનંદ ઉઠાવતા ટ્વીટર હેન્ડલ પર તેની ફોટો શેર કરી. કેપ્શનમાં તેમણે લખ્યું કે, તેઓ તેને વડાપ્રધાન મોદીની સાથે શેર કરવા પસંદ કરશે. તેમણે લખ્યું કે, કેરીની ચટણી સાથે સંડે સ્કોમોસા. ચટણી સહિત! આ અઠવાડીયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી મીટિંગ વીડિયો લિંક દ્વારા થશે. સ્કોમોસા શાકાહારી છે, હું તેમને PM મોદી સાથે શેર કરવાનું પસંદ કરીશ.


Mann Ki Baat: કોરોના, અમ્ફાન, યોગ, આયુર્વેદ, પડકાર- પીએમ મોદીના સંબોધનની મોટી વાતો

આ તસ્વીરાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા અને કહ્યું કે, તેઓ તેમની સાથે શેર કરવા ઇચ્છશે. તેમણે તેને સ્કોમોસા નામ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે, હિંદ મહાસાગર સાથે જોડાયેલા ભારતીય સમોસા જોવામાં સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે અમે Covid 19 ની વિરુદ્ધ નિર્ણાયક જીત પ્રાપ્ત કરી લેશે, ત્યાર બાદ અમે એક સાથે સમોસાનો આનંદ લેશે. 4 તારીખે આપણી વીડિયો મુલાકાતની રાહ જોવાઇ રહી છે.


મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી- દેશ હવે ખુલી ગયો છે, વધુ સતર્ક રહો

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસનની 4 જુનનો વીડિયો લિંક દ્વારા વાતચીત થવાની છે. મળતી માહિતી અનુસાર બંન્ને નેતા સૈન્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત અનેક દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર પણ કરી શકે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube