UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- `અમને CM યોગી આપી દો`
કોવિડ-19 (Covid 19) મહામારીના મેનેજમેન્ટને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.
નવી દિલ્હી: કોવિડ-19 (Covid 19) મહામારીના મેનેજમેન્ટને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ પણ સીએમ યોગીના વખાણ કર્યા. ક્રેગ કેલીને તો સીએમ યોગીનું કામ એટલું ગમ્યું કે તેમણે પૂછી લીધુ કે શું અમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉધાર મળી શકશે?
ઓસ્ટ્રેલિયન સાંસદે સીએમ યોગીના કર્યા વખાણ
ગત 10 જુલાઈએ સાંસદ ક્રેગ કેલીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું કે ભારતનું રાજ્ય ઉત્તર પ્રદેશ શું કોઈ પણ રીતે પોતાના સીએમ યોગી આદિત્યનાથને અમને ઉધાર આપી શકે છે, જેથી કરીને તેઓ અમને આઈવરમેક્ટિનની કમીની સમસ્યામાંથી બહાર કાઢી શકે. જેના કારણે અમારા દેશમાં નિરાશાજનક હાલાત પેદા થઈ ગયા છે.
નોંધનીય છે કે ક્રેગ કેલીની ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે. યુપીમાં યોગી મોડલના વખાણ કરવાથી ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલી પોતાની જાતને રોકી શક્યા નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube