નવી દિલ્હી: WHO દ્રારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે મોટાપાયે બિમારીઓ સામે લડવામાં ભારત પહેલાં કરતાં સારું પરફોર્મ કરી રહ્યા છે. સાથે જ એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં બિમારીઓના પ્રકાર પણ બદલાઇ ગયા છે. India Health System Review નામના આ રિપોર્ટમાં ભારતના હેલ્થ સિસ્ટમના લેખા જોખા આપવામાં આવશે. આવો જાણીએ આ રિપોર્ટ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં ઘણા ખુલાસા
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોની સરેરાશ ઉંમર તો વધી છે પરંતુ સારવારનો ખર્ચ લોકોના બજેટથી બજાર હોય છે. કુલ મળીને ભારતે હેલ્થ કેર ક્ષેત્રમાં ખૂબ ઓછું કામ કર્યું છે પરંતુ હજુપણ ઘણા બધા કામ કરવાની જરૂર છે. 


ભારતીયોની સરેરાશ ઉંમરમાં મોટો સુધારો
વર્ષ 1970 માં જ્યાં લોકો 47 વર્ષ સુધી જીવતા હતા તો હવે (2020 ના આંકડા અનુસાર) એક ભારતીયની સરેરાશ ઉંમર વધીને 70 વર્ષ થઇ ગઇ છે. મહિલાની સરેરાશ 24 વર્ષ વધી ગઇ છે જ્યારે પુરૂષોની સરેરાશ ઉંમર 20 વર્ષ વધી છે. આ મુજબ ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 71 વર્ષ અને પુરૂષોની સરેરાશ ઉંમર 68 વર્ષ છે. જોકે શ્રીલંકામાં સરેરાશ ઉંમર 74 વર્ષ અને ચીનમાં સરેરાશ ઉંમર 75 વર્ષ છે. 

ખોટા એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ ગયા પૈસા? એક ઝટકામાં પરત મળશે રકમ, ફટાફટ કરો આ કામ


નવજાતોના મૃત્યુંના આંકડામાં પણ સુધારો
આ રિપોર્ટના અનુસાર વર્ષ 1970 માં એક હજાર શિશુઓમાંથી 132 શિશુ જન્મ સાથે જ દમ તોડી દેતા હતા પરંતુ હવે આંકડામાં ઘણો સુધારો છે. વર્ષ 2020 ના આંકડા અનુસાર 1000 માંથી 32 નવજાત દમ તોડી દે છે. આ પ્રકારે ડિલીવરી દરમિયાન મહિલાઓના મોતના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 1990 ના આંકડા અનુસાર 10 હજારમાંથી 556 મહિલાઓ ડિલીવરી દરમિયાન દમ તોડી દેતી હતી. જોકે 2018 સુધી આ આંકડા ઓછા થઇને 113 પ્રતિ 10 હજાર પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. 


ઘણી બિમારીઓ ભારતીયોને કરી રહી છે પરેશાન?
2005 માં આયરનની ઉણપ ભારતીયોમાં કુપોષણ સૌથી મોટું કારણ હતું. તેમાં ફેરફાર આવ્યો નથી. આ પ્રકારે મોબાઇલ ફોનની સાઇડ ઇફેક્ટ અને કોર્પોરેટ નોકરીઓના લીધે બીજા નંબર પર ભારતીય માંસપેશીઓના દુખાવા, કમર અને ગરદનના દુખાવાથી પરેશાન છે. જોકે 15 વર્ષમાં ડિપ્રેશન ચોથા નંબરની બિમારીથી ત્રીજા નંબરની બિમારી બની ગઇ છે. 

સેનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા પર ટૂંક સમયમાં લાગી શકે છે મંજૂરીની મહોર, આટલી વર્ષની હશે નોકરી


સારવાર પણ બની મોંઘી 
સ્વાસ્થ્ય સુવિધાઓના મામલે હજુપણ ભારતની હાલત ખરાબ છે. રિપોર્ટ અનુસાર 70 ટકા ઓપીડી સેવાઓ, 58 ટકા ભરતી દર્દી અને 90 ટકા દવાઓ અને ટેસ્ટ હજુપણ પ્રાઇવેટ સેક્ટરના હાથમાં છે. એટલે કે હજુપણ બિમારીઓની સારવાર સામાન્ય વ્યક્તિની બહાર છે. ડોકટરો અને નર્સોનો રેશિયો અગાઉની સરખામણીમાં સુધર્યો છે પરંતુ હજુ પણ સ્થિતિ ખરાબ છે.


પબ્લિક હેલ્થ પર ઓછો ખર્ચ કરે છે ભારત
આ પ્રકારે ભારતમાં 10 હજાર લોકો પર 9.28% ડોક્ટર અને 24 નર્સ છે. સાથે જ રિપોર્ટ એ પણ કહે છે કે પ્રતિ 10 હજાર લોકો પર લગભગ 9 ફાર્માસિસ્ટ છે. રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ છે કે ભારતમાં પબ્લિક હેલ્થ પર ખર્ચ ઓછો થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube