અયોધ્યા: સ્વામીની પૂજાના અધિકાર સંબંધીત અરજી પર સુનાવણીની માગ, CJIએ કહ્યું- કાલે આવો
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની પાંચ જજની બંધારણીય પીઠ 26 ફેબ્રુઆરીના 10:30 વાગે આ મામલે સુનાવણી શરૂ કરશે.
નવી દિલ્હી: ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ અયોધ્યા મામલે પુજા-અર્ચનાના અધિકારને લઇને કરેલી તેમની અરજી પર જલ્દી સુનાવણીની માગ સોમવારે સુપ્રીમ કોર્ટને કરી હતી. તેમણે કહ્યું તેમની આ અરજી પર છેલ્લા એક વર્ષતી સુનાવણી કરવામાં આવી નથી. તેના પર ચીફ જસ્ટિસ સંજન ગોગઇએ કહ્યું કે રામ મંદિર મામલે કાલે સુનાવણી થશે. તે કેસ કાલની યાદીમાં છે. તમે કાલે કોર્ટમાં હાજર રહો.
વધુમાં વાંચો: PRC પર સળગ્યું અરૂણાચલ પ્રદેશ, CMએ યોજી સર્વદળીય બેઠક
અયોધ્ય મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ 26 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની પાંચ જજની બંધારણીય પીઠ 26 ફેબ્રુઆરીના 10:30 વાગે આ મામલે સુનાવણી શરૂ કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષોને મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે 1994ના ઇસ્માઇલ ફારૂકીના નિર્ણય પર પુન:વિચાર કરવાના મામલે બંધારણીય પીઠને મોકલવા પર ઇન્કાર કર્યો હતો. મુસ્લિમ પક્ષોએ નમાજ માટે મસ્જિદને ઇસ્લામનો જરૂરી ભાગ ન ગણાવતા ઇસ્માઇલ ફારૂકીના નિર્ણય પર પુન:વિચારની માગ કરી હતી.
વધુમાં વાંચો: ‘કારગીલ યુદ્ધની યોજના બનાવનારે આ વિચારી મોટી ભૂલ કરી કે ભારત જવાબ આપશે નહીં’
અલ્હાબાદ હાઇ કોર્ટનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે થઇ રહેલા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર 1992ના અયોધ્યામાં વિવાદિત ઢાંચાને તોડી દેવામાં આવ્યો હતો. આ મામલે ગુનાહીત કેસની સાથે સાથે સિવિલ મુકદ્દમો પણ ચાલ્યો હતો. ટાઇટલ વિવાદથી સંબંધિત મામલે સુપ્રીમ કોર્ટમાં બાકી છે. અલ્હાબાદ હાઇ કોર્ટે 30 સપ્ટેમ્બર 2010ના અયોધ્યા ટાઇટલ વિવાદમાં નિર્ણય આપ્યો હતો. નિર્ણયમાં કહ્યું હતું કે, વિવાદીત જમીનને 3 સરખા ભાગમાં વહેંચી દેવામાં આવે. જે જગ્યા પર રામલલાની મૂર્તી છે, તેને રામલલા વિરાજમાનને આપવામાં આવે. સીતા રસોડુ અને રામ ચબૂતરા નિર્મોહી અખાડાને આપવામાં આવે. જ્યારે બાકીની એક તૃતીયાંશ જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
વધુમાં વાંચો: મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’
અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા વિરાજમાન અને હિંદૂ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે બીજી બાજુ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ સુપ્રીમ કોર્ટમાં હાઇ કોર્ટના નિર્ણયની સામે અરજી દાખલ કરી હતી. ત્યાર બાદથી આ મામલે ઘણા પક્ષકારોએ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 9 મે 2011 ના આ મામલે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવતા આ મામલે સુનાવણી કરવાની વાત કરી હતી. કોર્ટે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદતી આ મામલો સુપ્રીમ કોર્ટમાં બાકી છે.