મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’

વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે.

મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’

મુરાદાબાદ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ શું તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકીય મેદનમાં એન્ટ્રી કરશે? આ સવાલ હાલમાં રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે. યૂથ કોંગ્રેસ તરફથી મુરાદાબાદમાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેના પર લખવામાં આવ્યું છે કે, રોબર્ટ વાડ્રાજી મુરાદાબાદ સંસદીય બેઠકથી ચૂંટણી લડવા માટે તમારૂ સ્વાગત છે.

પોસ્ટર પર રાહુલ અને સોનિયાની પણ તસવીર
મુરાદાબાદમાં રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાના આ પોસ્ટર્સ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ તસવીરો લગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, રોબર્ટ વાડ્રાના ચૂંટણી મેદાનમાં ઉતરવાના આ પોસ્ટર તે સમયે લગાવવામાં આવ્યા છે, જ્યારે તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

— ANI UP (@ANINewsUP) February 25, 2019

શું લખ્યું હતું વાડ્રાએ તેમની ફેસબુક પોસ્ટમાં...
વાડ્રાએ તેમની ફેસબુક પોસ્ટમાં દેશના વિભિન્ન ભાગો, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પ્રચાર અને તેમના કાર્યકાળ દરમિયાન પસાર કરેલા વર્ષો અને મહિના વિશે લખ્યું હતું અને દાવો કર્યો હતો કે તેનાથી તેમને લોકો માટે વધુ કામ કરવાની પ્રેરણા મળી છે. વાડ્રાએ લખ્યું હતું કે, ‘આટલા વર્ષોના અનુભવ અને શીખને વ્યર્થ કરી શકાય નહીં અને તેનો સારો ઉપયોગ કરવો જોઇએ એક વાર આ આરોપ-પ્રત્યારોપોના કિસ્સો પુરા થઇ જવા પર, મને લાગે છે કે મારે લોકોની સેવામાં મોટી ભૂમિકા નિભાવી જોઇએ.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news