નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની નોટિસ અનુસાર અયોધ્યા કેસ (Ayodhya Case)ની સુનાવણી કરનાર સંવિધાન પીઠના સભ્ય (પાંચ જજ) ગુરૂવારે ચેમ્બરમાં બેસશે. પાંચ જજ આજે પોત-પોતાના કોર્ટ રૂમમાં સુનાવણી નહી કરે. પાંચ જજ અયોધ્યા કેસના ચૂકાદાને લખવાને લઇને પરસ્પર ચર્ચા કરશે. આ સાથે જ અયોધ્યા મામલે ચૂકાદો લખવામાં વ્યસ્તતાના લીધે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ પોતાના નક્કી વિદેશને રદ કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા કેસઃ રામ વિલાસ વેદાંતી મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે દાખલ કરશે FIR 


આ પહેલાં બુધવારે અયોધ્યા કેસ (Ayodhya Case) માં છ ઓગસ્ટથી ચાલી રહેલી નિયમિત સુનાવણી બધા પક્ષોની દલીલ પુરી થઇ ગઇ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂકાદાને પેન્ડિંગ રાખી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે 17 નવેમ્બર પહેલાં ચૂકાદો આવી શકે છે. આમ એટલા માટે કે કારણ કે 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ નિવૃત થવાના છે. તે આ કેસની સુનાવણી માટે રચવામાં આવેલી સંવિધાન પીઠના મુખ્ય છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરજમાનના સીએસ વૈદ્યનાથે પોતાની જિરહમાં કહ્યું કે પૈગંબર મોહમંદે કહ્યું હતું કે કોઇને મસ્જિદ તે જમીન પર બનાવવી જોઇએ જેનો તે માલિક છે. સુન્ની વક્ફ બોર્ડ જગ્યા પર માલિકીનો હક સાબિત કરવામાં નિષ્ફ રહ્યું અને ફક્ત નમાજ પઢવાને આધાર બનાવી જમીન આપવાની માંગ કરી રહ્યા છે. 

Ayodhya Case : 8 નવેમ્બર પછી ગમે ત્યારે ચૂકાદો સંભળાવી શકે છે સુપ્રીમ કોર્ટ


અયોધ્યા મામલે પહેલાં અરજીકર્તા રહેલા સ્વર્ગીય ગોપાલ સિંહ વિશારદ દ્વાર વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે બિલ્ડિંગમાં મૂર્તિ રાખવાનો કેસ અભિરામ દાસ વિરૂદ્ધ દાખલ થયો હતો. તે ત્યાંના પુજારી હતા. તે નિર્વાણી અખાડાના હતા. સેવાદાર હોવાનો નિર્મોહી અખાડાનો દાવો છે. 

Ayodhya Case : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ


આ પહેલાં જ્યારે સુનાવણી થઇ થઇ તો ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ સ્પષ્ટ કર્યું કે કોઇ નવા દસ્તાવેજ પર વિચાર ન કરવામાં આવે. જોકે હિંદુ મહાસભાના હસ્તક્ષેપ સંબંધી એપ્લિકેશનને નકારી કાઢતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ગમે તે સ્થિતિમાં આજે સાંજે 5 વાગ્યા સુધી આ કેસની સુનાવણી ખતમ થઇ જશે. બસ ઘણું થયું... ચીફ જસ્ટિસે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને ચર્ચા કરવાની પરવાની આપવાની ના પાડી દીધી. કહ્યું કે તેમની અરજી કેસમાં સામેલ નથી. તે ફક્ત સુનાવણી સાંભળી શકે છે. કોર્ટે કહ્યું કે અમે કાલે જ કહી દીધું હતું કે કોઇ બીજું સાંભળી ન શકે. 


જુઓ, LIVE TV