નવી દિલ્હી: અયોધ્યા કેસમાં આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હવે સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણીની જગ્યાએ 5 દિવસ સુનાવણી હાથ ધરાશે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે બંધારણીય બેન્ચ કોઈ કેસની સપ્તાહમાં પાંચેય દિવસ સુનાવણી કરશે. પરંપરા મુજબ બંધારણીય બેન્ચ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર સુનાવણી હાથ ધરે છે. જો કે હવે સુપ્રીમ કોર્ટે આ કેસની દરેક વર્કિંગ ડે પર સુનાવણી કરવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદનો કેર, કર્ણાટકમાં પૂરથી 9 લોકોના મોત, કેરળમાં 2 મૃતદેહો મળ્યાં


કોર્ટનું માનવું છે કે તેનાથી બંને પક્ષોના વકીલોને પોતાની દલીલો રજુ કરવાનો સમય મળશે અને જલદી તેના પર ચુકાદો આવી શકશે. ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ, અને એસ.અબ્દુલ નઝીરની બેન્ચે વકીલોને ત્યારે એકદમ સ્તબ્ધ કરી દીધા જ્યારે તેમણે કહ્યું કે તેઓ આ કેસની રોજેરોજ સુનાવણી હાથ ધરશે. 


અત્યાર સુધી બંધારણીય બેન્ચ મહત્વપૂર્ણ મામલાની સુનાવણી મંગળવાર, બુધવાર અને ગુરુવારે કરતી આવી છે. આ ઉપરાંત સોમવાર અને શુક્રવારના રોજ નવા કેસો માટે સુરક્ષિત રાખવામાં આવતા હતાં. પરંપરાથી હટીને સપ્તાહમાં 5 દિવસ સુનાવણીથી સ્પષ્ટ છે કે બંધારણીય બેન્ચ આ મામલાને પ્રાથમિકતા આપી રહી છે. જજોએ નિર્ણય કર્યો છેકે તેમણે આ કેસ પર ફોકસ રાખવું જોઈએ જેનો રેકોર્ડ 20,000 પન્નાઓમાં નોંધાયેલો છે. 


આજે રામલલા તરફથી ફરીથી રખાશે પક્ષ
ગુરુવારે રામલાલા વિરાજમાન તરફથી થયેલી દલીલમાં કહેવાયું હતું કે 'જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિપ ગરિયસિ'. તેનો અર્થ એ હતો કે જન્મભૂમિ ખુબ મહત્વની હોય છે. રામ જન્મસ્થાનનો અર્થ એક એવું સ્થાન છે કે જ્યાં તમામની આસ્થા અને વિશ્વાસ છે. 


જુઓ LIVE TV



જસ્ટિસ અશોક ભૂષણે રામલલાના વકીલને પૂછ્યું હતું કે શું કોઈ જન્મસ્થાન એક ન્યાયિક વ્યક્તિ હોઈ શકે? આપણે એક મૂર્તિને એક ન્યાયિક વ્યક્તિ હોવા અંગે સમજીએ છીએ, પરંતુ એક જન્સસ્થાન પર કાયદો શું છે? રામલલાના વકીલ પરાસરને કહ્યું હતું કે આ એક સવાલ છે જેને નક્કી કરવાની જરૂર છે. જસ્ટિસ બોબડેએ ઉત્તરાખંડ HCના ચુકાદાનો ઉલ્લેખ કર્યો. જેમાં નદીને જીવિત વ્યક્તિ ગણાવીને અધિકાર અપાયા હતાં. આ બધા વચ્ચે સુનાવણી શરૂ થતા જ સુબ્રમણ્યમ સ્વામી પોતાની રિટ અરજીનો કોર્ટમાં ઊભા થઈને ઉલ્લેખ કરવા ઊભા થયા તો કોર્ટે તેમને રોકી દીધા હતાં. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે તેમને સાંભળીશું. સ્વામીએ અરજીમાં રામલલાની પૂજા અર્ચનાના મૌલિક અધિકારની માગણી કરી છે. રામલલા વિરાજમાને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે હિન્દુઓને પૂજાના અધિકારથી વંચિત રાખવા તે આપોઆપ ભગવાન એટલે કે રામલલાને કોર્ટનો દરવાજો ખખડ઼ાવવાનો અધિકાર આપે છે કારણ કે જે રીતે ગંગા સજીવ છે તે રીતે રામલલા.