નવી દિલ્હી: અયોધ્યા કેસ (Ayodhya Case)ની બુધવારે 40મા દિવસે સુનવાણી સાથે જ 16 ઓક્ટોબરના રોજ પૂછપરછ પુરી થઇ શકે છે. આમ એટલા માટે કારણ કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં હિંદુ અને મુસ્લિમ પક્ષની પૂછપરછનો અંતિમ દિવસ છે. મોલ્ડિંગ ઓફ રિલીફ પર પણ આજે ચર્ચા થઇ શકે છે. એટલા માતે સુનાવણી આજે પુરી થઇ શકે છે. સુનાવણી પુરી થવાની સ્થિતિમાં ઓર્ડર પણ આજે જ રિઝર્વ કરી લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ (CJI) એ 16 ઓક્ટોબરના રોજ સુનાવણી પુરી થવાના સંકેત આપ્યા છે. CJI એ આજે ચર્ચા માટે હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથનને 45 મિનિટનો સમય આપ્યો છે. મુસ્લિમ પક્ષને એક કલાકનો સમય આપ્યો છે. આ સાથે જ 45 મિનિટના ચાર સ્લોટ બાકી પક્ષકારોને આપવામાં આવશે.  

આજે પીએમ મોદીની મહારાષ્ટ્રમાં 3 રેલીઓ, અમિત શાહ હરિયાણામાં 4 સભાઓને કરશે સંબોધિત


ઉલ્લેખનીય છે હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથને સુપ્રીમ કોર્ટે પૂછપરછ કરવા માટે થોડો સમય માંગ્યો હતો. તેમણે કહ્યું કે મને બુધવારે 60 મિનિટ આપી દીધા. તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે પોતાની લેખિત દલીલ કોર્ટને આપી દો. વૈદ્યનાથને કહ્યું કે કોર્ટે અમને સાંભળવા જોઇએ, અમે ગંભીર મામલે દલીલ આપી રહ્યા હતા. તેનાપર મુખ્ય ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ઠીક છે, પછી દિવાળી સુધી સુનાવણી કરીએ. 

દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ, સેનાએ 2-3 આતંકીઓને ઘેરી લીધા


39મા દિવસની સુનાવણી
મંગળવારે 39મા દિવસે સુનાવણીમાં ચીફ જસ્ટિસે હિંદુ પક્ષના પકીલને પરાસનને પૂછ્યું કે શું તમે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવાની આ દલીલ સાથે સહમત છો કે એક મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે. પરાસને જવાબ આપ્યો કે મારું માત્ર એટલું જ કહેવું છે કે એક મંદિર હંમેશા જ મંદિર જ રહેશે. હું તેમની દલીલ પર કોઇ ટિપ્પણી કરીશ નહી કારણ કે હું ઇસ્લામિક માન્યતાઓનો જાણકાર નથી.