આજે પીએમ મોદીની મહારાષ્ટ્રમાં 3 રેલીઓ, અમિત શાહ હરિયાણામાં 4 સભાઓને કરશે સંબોધિત
મહારાષ્ટ્રના અકોલા, પરતૂર અને પનવેલમાં આજે પીએમ મોદીની ચૂંટણી રેલી યોજાશે. બુધવારે પીએમ મોદીની પહેલી ચૂંટણી રેલી સવારે 11 વાગે અકોલામાં થશે, ત્યારબાદ બપોરે 1 વાગે પીએમ નરેંદ્ર મોદી પરતૂરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. સાંજે 4.25 મિનિટે વડાપ્રધાન પનવેલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
Trending Photos
નવી દિલ્હી: હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા પીએમ નરેંદ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેંદ્વીય ગૃહ મંત્રી અમિત શાહ બુધવારે ફરી એકવાર પોતાની પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગવા જનતા વચ્ચે જશે. પીએમ મોદી જ્યાં મહારાષ્ટ્રમાં 3 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે તો બીજી તરફ અમિત શાહ હરિયાણામાં 4 ચૂંટણી રેલીઓ કરશે. મહારાષ્ટ્રના અકોલા, પરતૂર અને પનવેલમાં આજે પીએમ મોદીની ચૂંટણી રેલી યોજાશે. બુધવારે પીએમ મોદીની પહેલી ચૂંટણી રેલી સવારે 11 વાગે અકોલામાં થશે, ત્યારબાદ બપોરે 1 વાગે પીએમ નરેંદ્ર મોદી પરતૂરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. સાંજે 4.25 મિનિટે વડાપ્રધાન પનવેલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
તો બીજી તરફ હરિયાણાના ફરીદાબાદ, સમાલખા, બહાદુરગઢ અને ગુરૂગ્રામમાં અમિત શાહ પ્રચારની કમાન સંભાળશે. અમિત શાહની પ્રથમ ચૂંટણી રેલી બપોરે 12.45 વાગે ફરીદાબાદના અત્માબાદમાં થશે. ત્યારબાદ બપોરે 2.10 મિનિટે અમિત શાહ સમાલખા, પાનીપતમાં ભાજપની રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ અમિત શાહ 03.15 વાગે ઝજ્જરના બહાદુરગઢ જશે અને ભાજપના ઉમેદવાર માટે વોટની અપીલ કરશે. બુધવારે પોતાની અંતિમ ચૂંટણી રેલી અમિત શાહ સાંજે 04.15 વાગે હુડ્ડા ગ્રાઉંડ ગુરૂગ્રામમાં સંબોધિત કરશે. આ પહેલાં મંગળવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ હરિયાણામાં બે ચૂંટણી સભા સંબોધિત કરી હતી.
#AmitshahonZEE : 'મહારાષ્ટ્રમાં NDAની બે તૃતિયાંશ બહુમતિ સાથે સરકાર બનશે, ફડણવીસ જ બનશે મુખ્યમંત્રી'
પીએમ મોદીએ મંગળવારે ચરખી-દાદરી અને કુરૂક્ષેત્રમાં ભાજપના ઉમેદવારો માટે વોટ માંગ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદી પોતાની બંને રેલીઓમાં જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા અને હરિયાણામાં ખટ્ટર સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો વિશે જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે