નવી દિલ્હી: 16 ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની સુનાવણીનો સાતમો દિવસ છે. સાતમા દિવસે રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા સીનિયર વકીલ એડવોકેટ એસ વૈદ્યનાથને વિવાદીત જમીનના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કહ્યું કે ખોદકામ દરમિયાન મળેલા થાંભલાઓમાં શ્રીકૃષ્ણ, શિવ તાંડવ અને શ્રીરામના બાળ સ્વરૂપની તસવીર જોવા મળે છે. સી એસ વૈદ્યનાથને કહ્યું કે પાક્કા બાંધકામમાં જ્યાં ત્રણ ગુંબજ બનાવવામાં આવ્યાં હતાં ત્યાં બાળ સ્વરૂપમાં રામની મૂર્તિ હતી. સીએસ વૈદ્યનાથને કહ્યું કે જ્યા સુધી સંપત્તિ તમારી ન હોય ત્યાં સુધી ફક્ત નમાજ અદા કરવાથી તે જગ્યા તેમની થઈ શકે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370: UNની 'બંધ બારણે' બેઠકનો શું છે આશય, તેનાથી કાશ્મીર મુદ્દે કોઈ ફરક પડશે ખરો? 


વૈદ્યનાથને કહ્યું કે મુસલમાનોના ગલીમાં નમાજ પઢવાથી એ ન સમજવું જોઈએ કે તેમનો માલિકી હકનો દાવો બને છે. વિવાદીત મજીન પર મુસ્લિમોએ એક સમયે નમાજ પઢી હોય તેના કારણે તે જમીન પર તેમનો કબ્જો થઈ શકે નહીં. જો ગલીમાં નમાજ પઢાતી હોય તો તેનો અર્થ એ નથી કે નમાજ પઢનારાનો ગલી પર કબ્જો થઈ ગયો. 


કાર અકસ્માત મામલે BJP નેતા રૂપા ગાંગુલીના પુત્રની ધરપકડ, આજે કોર્ટમાં રજુ કરાશે


સી એસ વૈદ્યનાથને કહ્યું કે મસ્જિદમાં માનવીય કે જીવ જંતુઓની મૂર્તિઓ હોઈ શકે નહીં. મસ્જિદો સામૂહિક સાપ્તાહિક અને દૈનિક પ્રાર્થના માટે હોય છે. સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને આ અંગે આપત્તિ જતાવતા કહ્યું કે ગમે ત્યાં નમાજ અદા કરવાની વાત ખોટી છે. તે ઈસ્લામની યોગ્ય વ્યાખ્યા નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...