કાર અકસ્માત મામલે BJP નેતા રૂપા ગાંગુલીના પુત્રની ધરપકડ, આજે કોર્ટમાં રજુ કરાશે

ભારતીય જનતા પાર્ટીના સાંસદ રૂપા ગાંગુલીના પુત્ર આકાશ મુખર્જીની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. આકાશ મુખરજીને એક કાર અકસ્માત બાદ ધરપકડ કરાયો. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવાતું હતું કે આકાશ નશામાં હતો પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આકાશ મુખર્જીના લોહીના નમૂનાના પરીક્ષણમાં લોહીમાં કોઈ નશીલો પદાર્થ મળી આવ્યો નથી. આકાશને આજે કોર્ટમાં રજુ કરાશે. અત્રે જણાવવાનું કે આકાશ પર આઈપીસીની કલમ 427, 279 હેઠળ કેસ દાખલ થયો છે. ત્યારબાદ સાંસદ રૂપા ગાંગુલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે આ અકસ્માત પર પોતાના તરફથી સ્પષ્ટીકરણ આપ્યું હતું. 
કાર અકસ્માત મામલે BJP નેતા રૂપા ગાંગુલીના પુત્રની ધરપકડ, આજે કોર્ટમાં રજુ કરાશે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સાંસદ રૂપા ગાંગુલીના પુત્ર આકાશ મુખર્જીની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. આકાશ મુખરજીને એક કાર અકસ્માત બાદ ધરપકડ કરાયો. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવાતું હતું કે આકાશ નશામાં હતો પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આકાશ મુખર્જીના લોહીના નમૂનાના પરીક્ષણમાં લોહીમાં કોઈ નશીલો પદાર્થ મળી આવ્યો નથી. આકાશને આજે કોર્ટમાં રજુ કરાશે. અત્રે જણાવવાનું કે આકાશ પર આઈપીસીની કલમ 427, 279 હેઠળ કેસ દાખલ થયો છે. ત્યારબાદ સાંસદ રૂપા ગાંગુલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે આ અકસ્માત પર પોતાના તરફથી સ્પષ્ટીકરણ આપ્યું હતું. 

અત્રે જણાવવાનું કે કોલકાતાના એક રહેણાંક વિસ્તાર ગોલ્ફ ગાર્ડન પાસે આકાશ ગાંગુલીની કાળા રંગની સેડાન કાર એક ક્લબની દીવાલ સાથે ટકરાઈ હતી, ત્યારબાદ લોકોનો આરોપ હતો કે આકાશ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આકાશની ગાડીની ઝડપ ખુબ વધારે હતી અને આ અકસ્માતના કારણે ઘણા લોકોના જીવ જઈ શકે તેમ હતાં. જો કે કોઈ જાનહાનિ ન થઈ અને કોઈને ઈજા પણ નથી થઈ, આકાશ પણ સુરક્ષિત છે. 

જુઓ LIVE TV

લોકોએ જણાવ્યું કે કાર જ્યારે દીવાલ સાથે ભટકાઈ તો ખુબ મોટો અવાજ આવ્યો હતો અને તેના અવાજથી આકાશના પિતા દોડીની ઘરની બહાર આવી ગયા હતાં તથા પુત્રને કારમાંથી  બહાર કાઢ્યો હતો. અકસ્માત બાદ સાંસદ રૂપા ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મારો પુત્ર ઘરની બહાર કાર અકસ્માતનો ભોગ બન્યો, ત્યારબાદ મેં પોલીસને ફોન કરીને જાણ કરી જેથી કરીને તેઓ તેના કાનૂની પહેલુઓને જોઈ શકે. કૃપા કરીને આ મામલે કોઈ પક્ષ ન લેવાય અને કોઈ પણ રાજકારણ રમાય. હું મારા પુત્રને પ્રેમ કરું છું અને તેનું ધ્યાન રાખીશ. કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. હું ભૂલ કરતી નથી કે સહન કરતી નથી. નરેન્દ્ર મોદીજી હું બીકાઉ નથી. 

અત્રે જણાવવાનું કે ઘટના બાદ સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે કારની ઝડપ એટલી વધારે હતી કે જેના કારણે અનેક લોકો આ અકસ્માતનો ભોગ બનતા બનતા રહી ગયાં. સ્થાનિક લોકોએ શંકા જતાવી હતી કે આકાશ જે સમયે ગાડી લઈને બહાર નીકળ્યો હતો ત્યારે તે દારૂના નશામાં હતો. જો કે મેડિકલ તપાસમાં આ વાત ખોટી સાબિત થઈ છે. ઘટના બાદ આકાશની કારનો એક ભાગ ખુબ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news