અયોધ્યા: મધ્યસ્થા અને સુનાવણીની પ્રક્રિયા એક સાથે થશે, 18 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ
સીજેઆઇએ આ મામલે પક્ષકારોને મધ્યસ્થાતા પ્રક્રિયા શરૂ કરવાની માગ પર કહ્યું કે, જો 2 પક્ષ એકબીજા સાથે મધ્યસ્થતાના માધ્યમથી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવા ઇચ્છે છે તો તેઓ કરી શકે છે
નવી દિલ્હી: અયોધ્યા કેસની 26માં દિવસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટેના ચિફ જસ્ટિસ સંજન ગોગોઇએ તમામ પક્ષકારોને કહ્યું કે, તઓ 18 ઓક્ટોબર સુધીમાં તેમની દલીલો સમાપ્ત કરવાના સીજેઆઇએ આ મામલે પક્ષકારોને મધ્યસ્થાતા પ્રક્રિયા શરૂ કરવાની માગ પર કહ્યું કે, જો 2 પક્ષ એકબીજા સાથે મધ્યસ્થતાના માધ્યમથી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવા ઇચ્છે છે તો તેઓ કરી શકે છે. પરંતુ સુનાવણી રોકવામાં આવશે નહીં. 18 ઓક્ટોબક સુધી જો બંને પક્ષોની વચ્ચે મધ્યસ્થતા પર કોઇ વાત થતી નથી તો તેઓ તેમના રિપોર્ટ કોર્ટને આપે. મધ્યસ્થતાને લઇને ગોપનીયતા બની રહેશે. મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટને જાણકારી મોકલતા કહ્યું હતું કે, પક્ષો આ ચાલુ રાખવા માંગે છે.
આ પણ વાંચો:- અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે
આ અગાઉ, ચીફ જસ્ટીસના નિર્દેશોની પૃષ્ઠભૂમિમાં, બુધવારે તમામ પક્ષકારોએ કેસ અંગે તેમની દલીલો માટે સમયરેખા આપી હતી. એડવોકેટ રાજીવ ધવને કહ્યું કે મુસ્લિમ પક્ષો તેમની દલીલો પૂરી કરવા માટે વર્તમાન અને આવતા અઠવાડિયે લેશે. હિન્દુ પક્ષોએ કહ્યું કે અમે તેના પર દલીલ પાર કરવામાં 2 દિવસ લઈશું. ધવને કહ્યું કે તે પછી હું 2 દિવસ પણ લઈશ. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે લોકો દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા સાથે, અપેક્ષા રાખવામાં આવે છે કે 18 ઓક્ટોબર સુધીમાં, તમામ પક્ષો કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરશે.
આ પણ વાંચો:- Video: 4 વર્ષના બાળકની ચોરી કરવા આવ્યો ચોર, પરિવારની ઉડી ગઇ ઊંઘ ને પછી...
તેના પર સીજેઆઇએ કહ્યું કે, તમામ પક્ષ તેમની દલીલો 18 ઓક્ટબર સુધીમાં પૂરી કરે. તેમણે સંકેત આપ્યો કે, જો સમય ઓછો રહેશે તો આપણે દરરોજના 1 કલાક વધારે અથવા શનિવારે પણ આ મામલે સુનાવણી કરી શકીએ છે. તેમણે કહ્યું કે, આપણે એક સાથે પ્રયત્ન કરવો જોઇએ કે આ સુનાવણી 18 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય. આ રીતે, જો સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે, તો સુપ્રીમ કોર્ટને 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ (સીજેઆઈ) રંજન ગોગોઇ નિવૃત્ત થાય તે પહેલાં પોતાનો ચુકાદો લખવા અને જાહેર કરવા માટે એક મહિનાનો સમય મળશે.
આ પણ વાંચો:- મુંબઈ: પૈસા ઉધાર ન આપતા 4th ક્લાસના વિદ્યાર્થીએ મહિલા શિક્ષકની કરી હત્યા
આ અગાઉ મંગળવારે સીજેઆઇએ તમામ પક્ષકારોને કહ્યું હતું કે, તેઓ તેમની દલીલો પરી કરવા માટે અને કેટલાક દિવસનો સમય જોઇએ. મંગળવારના સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોના વકિલથી કહ્યું કે, તેઓ દલીલ પૂરી કરવાની સમય નક્કી કરે.
જુઓ Live TV:-