મુંબઈ: પૈસા ઉધાર ન આપતા 4th ક્લાસના વિદ્યાર્થીએ મહિલા શિક્ષકની કરી હત્યા

ઉત્તર પૂર્વ મુંબઇમાં એક 4th ક્લાસના વિદ્યાર્થીએ તેની ટ્યૂશન ટીચરની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગોવંડીના શિવજીનગરમાં એક માઇનોર વિદ્યાર્થીએ તેની ટ્યૂશન શિક્ષિકાની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે

મુંબઈ: પૈસા ઉધાર ન આપતા 4th ક્લાસના વિદ્યાર્થીએ મહિલા શિક્ષકની કરી હત્યા

મુંબઈ: ઉત્તર પૂર્વ મુંબઇમાં એક 4th ક્લાસના વિદ્યાર્થીએ તેની ટ્યૂશન ટીચરની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગોવંડીના શિવજીનગરમાં એક માઇનોર વિદ્યાર્થીએ તેની ટ્યૂશન શિક્ષિકાની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. ત્યારે આ ઘટના અંગે પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, ઘટના સોમવાર રાત્રીના લગભગ 8 વાગ્યાની આસપાસની છે. પીડિયા આયશા એ. હુસિયે (ઉં-30) 12 વર્ષના બાળકને ઘરે ટ્યૂશનમાં અભ્યાસ કરાવી રહી હતી.

સોમવાર સાંજે જ્યારે બાળકની માતાએ ઘરની કેટલીક વસ્તુઓ ખરીદવા માટે આયશા પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારે આયશાએ તેને ઇન્કાર કર્યો હતો. જેના કારણે બંને વચ્ચે થોડી બોલાચાલી થઇ ગઇ હતી. આથી રોષે ભરાયેલા બાળકે બાજુમાં પડેલી છરી ઉપાડી અને તેના ટ્યૂશન શિક્ષિકાના પેટમાં ઘુસાડી દીધી હતી. જો કે, ત્યારબાદ પરિવારના સભ્યો અને આસપાસના પોડોશીઓ આયશાને તાત્કાલીક હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ મોડી રાત્રે આયશાનું મોત થયું હતું. શિવજીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ માટે માઇનોર બાળકને કસ્ટડીમાં લીધો હતો.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news