નવી દિલ્હી : અયોધ્યા વિવાદ મુદ્દે મધ્યસ્થતા પેનલે સીલબંધ કાગળમાં પોતાનાં રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટની સંવિધાનપીઠ કાલે આ મુદ્દે સુનવણી કરશે અને રિપોર્ટ જોયા બાદ તે નક્કી કરશે કે મુખ્ય કેસની સુનવણી ક્યારથી કરવામાં આવે. ગત્ત સુનવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલથી 31 જુલાઇ સુધી મધ્યસ્થતાનું કામ પુરી કરી 1 ઓગષ્ટના રોજ રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું. આ રિપોર્ટ અંગે સુપ્રીમ કોર્ટે આજે સુનવણી કરશે. સંવિધાન પીઠે કહ્યું હતું કે, 2 ઓગષ્ટના રોજ મધ્યસ્થતા પેનલની અંતિમ રિપોર્ટ જોયા બાદ નક્કી કરશે કે આ કેસમાં રોજિંદી સુનવણી કરવી જોઇએ કે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદીઓને આપતો જહુર અહેમદ આપતો હતો પૈસા, ED એ જપ્ત કરી કરોડોની સંપત્તી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત સુનવણીમાં જ મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરીને મધ્યસ્થતા પુર્ણ કરવા માટે વધારે સમય માંગ્યો હતો. હિન્દુ પક્ષકાર ગોપાલ વિશારદનાં વકીલ પરાસરને સુપ્રીમ કોર્ટ પાસે ઝડપથી સુનવણીની તારીખ નક્કી કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, જો કોઇ સમજુતી થાય તો પણ તેને કોર્ટની મંજુરી જરૂરી છે. મુસ્લિમ પક્ષકારો દ્વારા રાજીવ ધવને વિરોધ કર્યો હતો અને તેમણે કહ્યું કે મધ્યસ્થા પ્રક્રિયાની ટીકા કરવાનો સમય નથી. રાજીવ ધવને મધ્યસ્થતા પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવનારી અરજીને ફગાવવાની માંગ કરી હતી. જો કે નિર્મોહી અખાડાએ ગોપાલ સિંહની અરજીનું સમર્થન કર્યું હતું અને કહ્યું કે, મધ્યસ્થતા પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. 


નેશનલ મેડિકલ કમીશન બિલને રાજ્યસભામાં મંજુરી, સંશોધન કારણોથી જશે લોકસભા
આતંકવાદીઓને આપતો જહુર અહેમદ આપતો હતો પૈસા, ED એ જપ્ત કરી કરોડોની સંપત્તી
આ અગાઉ કમિટીએ મધ્યસ્થા પ્રક્રિયા માટે વધારાના સમયની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કમિટીને 15 ઓગષ્ટ સુધીનો સમય આપ્યો હતો. 8 માર્ચે સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજ એફ.એમ કલીફુલ્લા, ધર્મ ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુને મધ્યસ્થ નિયુક્ત કર્યા હતા. કો્રટે તમામ પક્ષો સાથે વાત કરીને કહ્યું હતું કે, પેનલ 4 અઠવાડીયામાં મધ્યસ્થા દ્વારા વિવાદ ઉકેલવાની પ્રક્રિયા ચાલુ કરવાની સાથે 8 અઠવાડીયામાં આ પ્રક્રિયા પુર્ણ થાય.ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે થનારા આંદોલન દરમિયાન 6 સપ્ટેમ્બર, 1992ના રોજ અયોધ્યાનાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવ્યો હતો. આ મુદ્દે ગુનાહિત કેસની સાથે સાથે દીવાની કેસ પણ ચાલ્યો હતો. 


જો ઓવૈસી સમાનતા જ ઇચ્છે છે તો કોમન સિવિલ કોડનું સમર્થન કરે: આરિફ મોહમ્મદ ખાન
ટાઇટલ વિવાદ સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 
અલ્હાબાદ હાઇકોર્ટે 30 સપ્ટેમ્બરે 2010ના રોજ અયોધ્યા ટાઇટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં કહેવાયું હતું કે, વિવાદિત લેન્ડને 3 સરખાવહેંચી દેવામાં આવે. જે જગ્યાએ રામલલાની મુર્તિ છે, તેને રામલલા વિરાજમાનને આપવામાં આવે. સીતા રસોઇ અને રામ ચબુતરો નિર્મોહી અખાડાને અપા અને બાકીનો ત્રીજો ભાગ સુન્ની વકફ બોર્ડને આપવામાં આવે. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. અયોધ્યા વિવાદિત જમીન પર રામલલા વિરાજમાન અને હિંદુ મહાસભાએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.