નેશનલ મેડિકલ કમીશન બિલને રાજ્યસભામાં મંજુરી, સંશોધન કારણોથી જશે લોકસભા

આ બિલમાં સરકારે કેટલાક સંશોધનો કર્યા છે, એટલા માટે આ બિલ એકવાર ફરીથી લોકસભામાં મોકલવામાં આવશે

નેશનલ મેડિકલ કમીશન બિલને રાજ્યસભામાં મંજુરી, સંશોધન કારણોથી જશે લોકસભા

નવી દિલ્હી : દેશમાં ડૉક્ટરનાં વિરોધ વચ્ચે રાજ્યસભાએ ગુરૂવારે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન પંચ વિધેયક 2019 (National Medical Commission Bill 2019) ને મંજુરી આપી દીધી હતી. જો કે આ વિરોધમાં દેશમાં અનેક સ્થળો પર ડૉક્ટર એક દિવસની સાંકેતિક હડતાળ પર છે. બીજી તરફ બિલમાં કેટલાક સંશોધન છે, એટલા માટે આ બિલ એકવાર ફરીથી લોકસભામાં મોકલવામાં આવશે. આ વિધેયક હેઠળ Medical Council of India ને સમાપ્ત કરી તેનાં સ્થાને રાષ્ટ્રીય ચિકિત્સા પંચ (National Medical Commission) ની રચના કરવામાં આવશે. મેડિકલ શિક્ષણને વિશ્વ સ્તરીય બનાવવાનાં ઇરાદાથી સરકારે આ બિલ લઇને આવે છે.આમ તો આ બિલ સૌથી પહેલા ડિસેમ્બર, 2017 માં રજુ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ 2018માં પણ કેન્દ્ર સરકાર આ બિલ લાવી હતી. જો કે વિપક્ષ અને સમગ્ર દેશનાં ડોક્ટર્સનાં વિરોધને જોતા સ્ટેન્ડિંગ કમિટીને મોકલી દેવામાં આવ્યું હતું. હવે કેન્દ્ર સરકાર ફરી એકવાર બિલને લઇને આવી છે. 

આતંકવાદીઓને આપતો જહુર અહેમદ આપતો હતો પૈસા, ED એ જપ્ત કરી કરોડોની સંપત્તી
આ બિલને લાવવા પાછળ સરકારનો ઇરાદો છે કે, દેશમાં મેડિકલ એડુકેશન વ્યવસ્થા મજબુત અને પારદર્શી બનાવવું, આ વિધેયકનો ઇરાદો છે કે દેશમાં એક એવું મેડિકલ શિક્ષણ (medical education) ની પ્રણાલી હોય તે વિશ્વસ્તરીય હોય. પ્રસ્તાવિત રાષ્ટ્રીય ચિકિત્સા પંચ તે સુનિશ્ચિત કરશે કે ચિકિત્સા શિક્ષણનાં Undergraduate અને Postgraduate બંન્ને સ્તરો પર ઉચ્ચ કોટિનાં ડૉક્ટર્સ તૈયાર કરવામાં આવે. રાષ્ટ્રીય ચિકિત્સા પંચ પ્રોફેશનલ્સને તે વાત મુદ્દે પ્રોત્સાહિત કરશે કે તેઓ પોતાનાં ક્ષેત્રનાં નવીનતમ મેડિકલ રિસર્ચને પોતાનાં કામમાં સમ્મેલિત કરે અને આવા સંશોધનમાં પોતાનું યોગદાન કરે. પંચ સમયાંતરે તમામ સંસ્થાઓનું મુલ્યાંકન પણ કરશે. 

શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...
રાષ્ટ્રીય ચિકિત્સા પંચ ભારત માટે એક મેડિકલ રજીસ્ટર બનાવવાની સુવિધા પણ આપશે અને મેડિકલ સેવાનાં તમામ પાસાઓમાં નૈતિક માનદંડને લાગુ કરાવશે. કેન્દ્ર સરકાર એક એડવાઇઝરી કાઉન્સિલ બનાવશે જે મેડિકલ શિક્ષણ અને ટ્રેનિંગ અંગે રાજ્યોને પોતાની સમસ્યા અને સલાહ રાખવાની તક આપશે. આ કાઉન્સિલ મેડિકલ કમીશનની સલાહ આપશે કે મેડિકલ શિક્ષણને કઇ રીતે સુલભ બનાવી શકાય. 

તમિલનાડુ: માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની અટકાયત
આ કાયદો આવતાની સાથે જ ભારતની તમામ મેડિકલ સંસ્થાઓમાં દાખલ થવા માટે માત્ર એક પરીક્ષા લેવાશે. આ પરિક્ષાનું નામ NEET (The National Eligibility cum Entrance Test) રખાઇ છે. એટલે કે ભારતમાં અત્યાર સુધી મેડિકલ શિક્ષણ, મેડિકલ સંસ્થા અને ડોક્ટર્સનાં રજીસ્ટ્રેશન સંબંધિત કામ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ની જવાબદારી હતી.

કર્ણાટક: સ્પીકરનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા 14 બળવાખોર ધારાસભ્યો
હવે આ વિધેયક પસાર થયા બાદ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બંધ થઇ જશે અને તેના સ્થાને નેશનલ મેડિકલ કમિશન હશે. આ બિલનાં પાસ થયા બાદ દેશમાં મેડિકલ શિક્ષણ અને મેડિકલ સેવા સંબંધિત તમામ નીતિઓ બનાવવાની કમામ આ કમીશનનાં હાથમાં હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news