નવી દિલ્હી: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 23માં દિવસની સુનાવણી ચાલી રહી છે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી દલીલ કરી રહેલા વકીલ રાજીવ ધવને એક નાનકડો બ્રેક માંગ્યો અને તેમની જગ્યાએ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ ઝફરયાબ ઝિલાનીએ પોતાની દલીલ શરૂ કરી. જિલાનીએ પીડબલ્યુના એ રિપોર્ટનો હવાલો આપ્યો કે જેમાં કહેવાયું હતું કે 1934ના સાંપ્રદાયિક રમખાણોમાં મસ્જિદનો એક ભાગ કથિત રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને પીડબલ્યુડીએ તેની મરમ્મત કરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં નવેમ્બરમાં Odd Even Scheme, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું- 'લાગુ કરવાની જરૂર નહતી'


જિલાનીએ કહ્યું કે 1885માં નિર્મોહી અખાડાએ દાખલ કરેલી અરજીમાં વિવાદિત જમીનની પશ્ચિમી ભાગે મસ્જિદ હોવાની વાત કરી હતી. આ ભાગ વિવાદિત જમીનની અંદરનું આંગણું છે. જિલાનીએ કહ્યું કે નિર્મોહી અખાડાએ 1942માં પોતાના કેસમાં પણ મસ્જિદનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે ત્રણ ગુંબજવાળા માળખાનો મસ્જિદ તરીકે સ્વીકાર કર્યો હતો. 


11 આશાસ્પદ યુવાનોનો ભોગ લેનારી ભોપાલ દુર્ઘટનાનો લાઈવ VIDEO આવ્યો સામે, જોઈને હચમચી જશો


જિલાનીના દાવા
જિલાનીએ મોહમ્મદ હાશિમના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે હાશિમે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમણે 22 ડિસેમ્બર 1949ના રોજ બાબરી મસ્જિદમાં નમાજ પઢી હતી. ઝફરયાબ જિલાનીએ હાજી મહેબૂબના નિવેદનને ટાંકતા કહ્યું કે 22 નવેમ્બર 1949ના રોજ હાજીએ બાબરી મસ્જિદમાં નમાજ પઢી હતી. તેમણે એક સાક્ષી અંગે ગણાવતા કહ્યું કે 1954માં બાબરી મસ્જિદમાં નમાજ પઢવાની કોશિશ કરવા બદલ તે વ્યક્તિને જેલની સજા થઈ હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...