દિલ્હીમાં નવેમ્બરમાં Odd Even Scheme, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું- 'લાગુ કરવાની જરૂર નહતી'

દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને રોકવા માટે કેજરીવાલ સરકારે મોટું પગલું ભરતા ઓડ ઈવન સ્કિમ ફરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં નવેમ્બરમાં Odd Even Scheme, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું- 'લાગુ કરવાની જરૂર નહતી'

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને રોકવા માટે કેજરીવાલ સરકારે મોટું પગલું ભરતા ઓડ ઈવન સ્કિમ ફરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરીથી 12 દિવસ માટે ઓડ ઈવન સ્કીમ  લાગુ કરવામાં આવનાર છે. દિલ્હીમાં આ વ્યવસ્થા 4થી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી રહેશે. એટલે કે દિવાળી બાદ વ્યવસ્થા શરૂ કરાશે. જો કે કેજરીવાલ સરકારના આ નિર્ણયને રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બિનજરૂરી ગણાવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ઓડ ઈવન લાગુ કરવાની કોઈ જરૂર નથી. 

નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે હાલ ઓડ ઈવનની જરૂર નહતી. દિલ્હી સરકારનો નિર્ણય છે અને તે જ જાણે. નવા રિંગ રોડથી તો આમ પણ પ્રદૂષણ ઓછું જ થવાનું છે. દિલ્હીમાં આગામી બે વર્ષમાં પ્રદૂષણ ઓછું થઈ જશે. 

— ANI (@ANI) September 13, 2019

દિલ્હીમાં નવેમ્બર 2019માં કયા દિવસે ચાલશે ઈવન ગાડીઓ
4, 6, 8, 10, 12 અને 14

કયા દિવસે ચાલશે ઓડ નંબરની ગાડીઓ
5, 7, 9, 11, 13 અને 15

જુઓ LIVE TV

આ બાજુ દિલ્હી સરકારે જણાવ્યું કે લોકોને પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પણ વહેંચશે. પ્રદૂષણની ફરિયાદો માટે વોર રૂમ પણ બનાવવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલની સરકાર તરફથી કહેવાયું કે ફટાકડાથી ફેલાયેલા પ્રદૂષણના કારણે લોકોનું શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે. અમે દિલ્હીના લોકોને આહ્વાન કરીએ છીએ કે તેઓ ફટાકડા ફોડે નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news