અયોધ્યા: રામ નગરીમાં સરયૂ નદીના તટ પર શુક્રવારના ત્રેતા યુગ જીવંત થતો જોવા મળ્યો. રામ કથા પાર્કમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના સ્વરૂપને હેલીકોપ્ટરથી ઉતારવામાં આવ્યા. યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ, સીતા અને લક્ષ્મણનું સ્વાગત કર્યું. તે દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યા અને મંત્રી નીલકંઠ તિવારી પણ ઉપસ્થિત રહ્યાં. ઢળતી સાંજે 5.51 લાખ દીવાથી રામ કી પૈડી રોશન કરવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ જન્મભૂમિ પરિસરમાં 492 વર્ષના લાંબા વિલંબ બાદ દીવા પ્રગટ્યા
સાથે જ 492 વર્ષના લાંબા વિલંબ બાદ તે અવસર પણ આવ્યો જ્યારે રામ જન્મભૂમિ પરિસરમાં દીપ પ્રગટ્યા. આ અવસર પર સીએમ યોગીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ મહામારી દરમિયાન પણ શ્રી રામ મંદિરનું નિર્માણ સંભવ કર્યું છે. અયોધ્યામાં રામ મંદિરના સપનાને પૂર્ણ કરવા માટે અમે તેમના આભારી છીએ. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, ઘણી પેઢીઓથી તમામના મનમાં એક જ તમન્ના હતી કે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ કાર્યને તેમની આંખોથી જોઇ લેતા, તો અમારો જન્મ અને જીવન ધન્ય થઈ જતો. આ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે સફળ થયું છે.


આગામી દીપોત્સવમાં 7.51 લાખ દીવાથી રોશન થશે અયોધ્યા: CM યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યુંકે, પ્રદેશવાસીઓ અને તમામ શ્રદ્ધાળુ ભક્તો તરફથી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માને છે. તેમની પ્રેરણાથી, તેમના માર્ગદર્શનથી, તેમની રણનીતિથી પાંચ સદીનો સંકલ્પ પૂરો થતો દેશ અને દુનિયા જોઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું, અમે ના માત્ર રામ કી પૈડીનું સ્વચ્છ અને નિર્મળ બનાવી છે, પરંતુ તેનો વિસ્તાર પણ કર્યો છે. આ વર્ષ 5.51 લાખ દીવા પ્રગટાવ્યા છે. આગામી વર્ષે આ સંખ્યા 7.51 લાખ પહોંચવાના છે.


સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે દેશનું નેતૃત્વ યશસ્વી હાથોમાં હોય છે તો તે દેશને દુનિયાની શક્તિ બનવાથી કોઈ રોકી શકતુ નથી. તેથી ભારત દુનિયાની સામે તેમની શક્તિનો અનુભવ કરાવવામાં સફળ ચે. જનતાનો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીજીની સાથે છે. આ પહેલા શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી રથ પર સવાર થઇ રામકથા પાર્ક પહોંચ્યાં. રામ કથા પાર્ક મંચ પર શ્રી રામનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યાભિષેક કર્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી તેમજ અન્ય વિશિષ્ટ જનોએ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની આરતી ઉતારી.


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube