લખનઉ: અયોધ્યાના ભવ્ય-દિવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં શુક્રવારના 6,06,569 દીવા પ્રગટાવી યોગી સરકારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી એક નિવેદન અનુસાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓએ અયોધ્યામાં દીપોત્સવને જોયો. તે દરમિયાન 5,84,372 માટીના દીવા પ્રગટાવ્યા હતા. આ પ્રકારે અયોધ્યાએ એવું ભવ્ય આયોજનના મામલે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી લીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતીયો માટે આગામી 4 મહિના પડકારરૂપ, કોરોના સંકટ મુદ્દે AIIMS ડાયરેક્ટર આપ્યો આ જવાબ


સીએમ યોગીએ કહ્યું- આવતા વર્ષે આ રેકોર્ડ પણ તૂટશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ ભક્તો અને તમામ અયોધ્યાવાસીઓને આ નવો રેકોર્ડ સ્થાપવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે આ રેકોર્ડ આવતા વર્ષે પણ પાછળ છૂટી જશે. આવતા વર્ષે 7.51 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. તેમણે કહ્યું, "તેનાથી આ પણ જણાવી શકાય છે કે કેવી રીતે પ્રદૂષણ મુક્ત દીવાળીની ઉજવણી કરી શકાય છે. આ માટે અયોધ્યાવાસીઓને પણ અભિનંદન આપવા જોઈએ. સામૂહિક ભાગીદારી કોઈપણ તહેવારને પણ ખુશ બનાવે છે. સમગ્ર વિશ્વનું ધ્યાન તેના તરફ જાય છે.


આ પણ વાંચો:- Deepotsav 2020: અયોધ્યામાં જીવંત થયો ત્રેતા યુગ, ઢળતી સાંજે લાખો દીવાથી રોશન થઈ રામ નગરી


મુખ્યમંત્રી યોગીએ કર્યો શ્રી રામના સ્વરૂપનો રાજ્યાભિષેક
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં સરયુ કિનારે ભવ્ય દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપરાંત રાજ્ય સરકારના અનેક મંત્રીઓએ સરયુ નદીની આરતી કરી હતી. કોવિડ-19 પ્રોટોકોલને કારણે નયા ઘાટ પર વિવિધ આરતી સ્થળો બનાવવામાં આવ્યા હતા. દીપોત્સવમાં ભાગ લેવા અયોધ્યા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર ગયા અને રામલાલાના દર્શન કર્યા. આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના ઘણા ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રી રામના સ્વરૂપનો પણ રાજ્યાભિષેક કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube