અયોધ્યાઃ અયોધ્યામાં દિવાળી નિમિત્તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભવ્ય દિપોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સરયુ નદીના કિનારે 4 લાખ 10 હજાર દિવા પ્રગટાવાયા હતા. આ ઉપરાંત સમગ્ર અયોધ્યા શહેરમાં 2 લાખથી વધુ દિવા પ્રગટાવાયા હતા. આ રીતે, એક શહેરમાં એક સાથે 6 લાખથી વધુ દિવા પ્રગટાવાનો ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. ગિનિસ બૂક તરફથી રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. દિવા પ્રગટાવી લીધા પછી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'પુષ્પક વિમાન'માં પહોંચ્યા રામ અને સીતા 
દર વર્ષની જેમ અયોધ્યાના આકાશમાંથી પુષ્પક સ્વરૂપી હેલિકોપ્ટરમાં બેસીને રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા હતા. રામ કથા પાર્કમાં તેમના પર ફૂલોનો વરસાદ વરસાવાયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કરાયું હતું. રામ, સીતા અને લક્ષ્ણ બનેલા કલાકારોની આરતી પણ ઉતારવામાં આવી હતી. 



મુખ્યમંત્રી યોગીનું સંબોધન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે અહીં આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે બટન દબાવીને રૂ.226 કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, "મોદી સરકારમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌનો વિકાસ થઈ રહ્યો છે. અગાઉની સરકારો અયોધ્યાના નામથી ડરતી હતી. પીએમ મોદીએ ભારતની પરંપરાને વિશ્વ ફલક પર ચમકાવી છે." મુખ્યમંત્રીના સંબોધન પછી વિવિધ ઘાટ પર દિવા પ્રગટાવાનું શરૂ કરાયું હતું. 



3D ટેક્નોલોજીથી રામકથાનું મંચન 
દિવાળી નિમિત્તે સમગ્ર અયોધ્યા નગરીને રામના રંગમાં રંગવામાં આવી હતી. આ પ્રસંગે દુનિયાના 7 દેશોની રામલીલીનું 3ડી ટેક્નોલોજીની મદદથી મંચન કરવામાં આવ્યું હતું. 



21000 લીટર સરસોના તેલનો ઉપયોગ
અયોધ્યામાં સરયુ નદીના કિનારે રામ કી પૈડી પર 4 લાખ 10 હજાર દિવા પ્રગટાવાયા હતા. આ દિવાને સળગાવા માટે તેમાં 21,000 લીટર સરસોના તેલનો ઉપયોગ કરાયો હતો. દરેક દિવામાં 40 વખત તેલ નાખવામાં આવ્યું હતું. આ તેલને ફૈઝાબાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી એક્ઠું કરાયું હતું. દિવા પ્રગટાવા માટે ઉપયોગમાં લેવાતી રૂની પૂણી લખનઉથી મગાવાઈ હતી. 



ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર
અયોધ્યામાં એક જ સમયે એકસાથે સૌથી વધુ દિવા પ્રગટાવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાવાનો હોવાના કારણે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકેરોર્ડ્સના ભારતના અધિકારી નિશ્ચલે જણાવ્યું કે, તમામ દીવાને એક વિશેષ પેટર્નમાં ગોઠવવામાં આવ્યા છે, જેથી ગણતરીમાં કોઈ મુશ્કેલી ન નડે. રેકોર્ડ બનાવવા માટે બધા જ દિવા 5 મિનિટ સુધી પ્રજ્વલિત રહે તે અનિવાર્ય હતું. 


6000 વિદ્યાર્થી-વિદ્યાર્થીની બન્યા વોલેન્ટિયર્સ
અયોધ્યામાં રામ કી પૈડીને દિવાથી સજાવાનું કામ અવધ યુનિવર્સિટીના 6000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સોંપવામાં આવ્યું છે. અહીં ગોઠવવામાં આવેલા દિવામાં તેલ ભરવાનું કામ પણ આ વોલેન્ટિયર્સે જ કર્યું હતું. ગયા વર્ષે અહીં અવધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 3 લાખ 1 હજાર 152 દિવા પ્રગટાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. 


કયા ઘાટ પર કેટલા દિવા પ્રગટાવાયા 


  • લક્ષ્મણ ઘાટઃ 48,000

  • વૈદેહી ઘાટઃ 22,000

  • શ્રીરામ ઘાટઃ 30,000

  • દશરથ ઘાટઃ 39,000

  • ભરત ઘાટઃ 17,000

  • ઉમા-નાગેશ્વરી-માંડવી ઘાટઃ 52,000

  • સુતકીર્તિ ઘાટઃ 40,000

  • કૈકેઈ ઘાટઃ 40,000

  • સુમિત્રા ઘાટઃ 40,000

  • ઉર્મિલા ઘાટઃ 40,000


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....