ના સિમેન્ટ, ના લોખંડ..!!! અયોધ્યામાં રામ મંદિરના સ્તંભ આ રીતે થઇ રહ્યા છે તૈયાર
પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે, શિલાઓને જોડવા માટે જરા પણ સિમેન્ટ કે લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો તમને પ્રશ્ન થતો હશે કે, સ્તંભ કેવી રીતે ઉભો હશે.
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. જેની સૌ રામ ભક્તો રાહ જોઇ રહ્યા છે. પરંતુ જે મંદિર બની રહ્યું છે, તે મંદિરને હજારો વર્ષો સુધી કઇ જ થશે નહીં. હાલમાં મંદિરમાં પિલર લગાવવાનું કામ ચાલું છે. આ પિલર માટે મોટી શિલાઓેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક શિલાઓ પર સુંદર નક્શીકામ કરવામાં આવ્યું છે અને લગભગ 5-6 શિલાઓથી એક પિલર તૈયાર થાય છે.
પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે, શિલાઓને જોડવા માટે જરા પણ સિમેન્ટ કે લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો તમને પ્રશ્ન થતો હશે કે, સ્તંભ કેવી રીતે ઉભો હશે.
તમને જણાવી દઇએ કે, શિલાઓને ફિક્સ કરવા માટે એક અનોખો ઉપાય છે. એક પત્થરમાં છેદ રાખવામાં આવે છે. જ્યારે તેની ઉપર રહેલા બીજા પત્થરમાં આગલા પત્થરના છેદ જેટલો જ ઊભાર રાખવામાં આવે છે. આ રીતે પત્થરની શિલાઓ એકબીજા સાથે જોડાઇને ફિક્સ થઇ જાય છે. આખરે એક સ્તંભ બને છે. જે પિલર તૈયાર થઇ ગયા છે તે સ્તંભની શિલાઓ પર આઇકોનોગ્રાફીનું કામ બાકી છે.
તમને વિચાર આવતો હશે કે, આઇકોનોગ્રાફી શું છે. તો પત્થર ઉપર કે દિવાલ ઉપર કોતરણી કામ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે તેને આઇકોનોગ્રાફી કહેવામાં આવે છે. એક શિલાની સાઇડના ભાગોમાં લગભગ 3 ખાલી જગ્યાઓ છે.. જ્યાં મૂર્તિઓ કંડારવામાં આવશે. જ્યારે સંપૂર્ણ રીતે સ્તંભ બની ગયા બાદ મૂર્તિઓ કંડારવાનું કામ શરૂ કરવામાં આવે છે.
રામનગરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી લગભગ 50 ટકા નિર્માણ કાર્ય પુરું થઈ ચૂક્યું છે. ગર્ભ ગૃહની દીવાલોનું કામ પુરું થઈ ગયું છે. ઓક્ટોબર 2023 સુધી પહેલા ચરણનું નિર્માણ કાર્ય પુરું થઈ જશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે શુક્રવારે પત્રકારો સાથે રામ મંદિર નિર્માણ સંબંધિત માહિતી શેર કરી હતી. રામ મંદિરનું લગભગ 50 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. 1992 થી કોતરવામાં આવતા 10 ફૂટ ઊંચા સ્તંભો ચારે બાજુ ઉભા છે. હવે ગર્ભગૃહના પ્લેટફોર્મનું કામ શરૂ થયું છે. આ સાથે થાંભલાને વધુ 10 ફૂટ ઉંચો કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ છત ઉભી કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે ગર્ભગૃહની આસપાસની દિવાલો તૈયાર કરવામાં આવી છે, મંદિરની ભાષામાં આ દિવાલોને મંડોવર કહેવામાં આવે છે, આ દિવાલ પણ પથ્થરોની ઊંચાઈ સાથે ચાલી રહી છે, ગર્ભગૃહની આસપાસની દિવાલો ગર્ભગૃહ દિવાલ પછી પરિક્રમાનો માર્ગ પણ સમાન ઊંચાઈએ લેવામાં આવી રહ્યો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે ગર્ભગૃહ સફેદ પથ્થરથી ઢંકાયેલું છે, તે મકરાણા આરસ છે… ગર્ભગૃહની દિવાલો પણ આરસની હશે, થાંભલા પણ આરસના હશે અને ફ્લોર પણ આરસનો હશે. ગર્ભગૃહ સિવાય આરસના મંડપ વધુ પાંચ મંડપ હશે, ગર્ભગૃહ તરફના પ્રવેશદ્વારથી ત્રણ મંડપ અને બાજુમાં બે મંડપ હશે, આ બંને કીર્તન મંડપ હશે.