અયોધ્યા: અયોધ્યા વિવાદના હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં 40 વાર ધમકી અને અપશબ્દોભર્યા ફોન મહંત ધર્મદાસને કરાયા છે. મહંત ધર્મદાસે આ અંગે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પ્રશાસને હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને સુરક્ષા આપી છે, પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જય શ્રીરામ'નો ઉપયોગ લોકોની પીટાઈમાં થાય છે, બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ નાતો નથી: અમર્ત્ય સેન


અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા શ્રીરામ જન્મભૂમિના હિન્દુ પક્ષકાર અને હનુમાન ગઢીના સંત મહંત ધર્મદાસને ફોન પર ધમકી મળી છે. મહંત ધર્મદાસનું કહેવું છે કે તેઓ મુખ્ય હિન્દુ પક્ષકાર છે. રામલલ્લાની લડાઈ લડે છે. આવા ધમકીભર્યા ફોનથી તેઓ ડરવાના નથી. પોલીસ પોતાનું કામ કરે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...