'જય શ્રીરામ'નો ઉપયોગ લોકોની પીટાઈમાં થાય છે, બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ નાતો નથી: અમર્ત્ય સેન

પશ્ચિમ બંગાળમાં જય શ્રીરાનના નારાને  લઈને મચેલા ઘમાસાણ વચ્ચે નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને ટિપ્પણી કરી છે.

'જય શ્રીરામ'નો ઉપયોગ લોકોની પીટાઈમાં થાય છે, બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ નાતો નથી: અમર્ત્ય સેન

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં જય શ્રીરાનના નારાને  લઈને મચેલા ઘમાસાણ વચ્ચે નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને ટિપ્પણી કરી છે. તેમણે શુક્રવારે કોલકાતામાં કહ્યું કે 'મેં અગાઉ ક્યારેય જય શ્રીરામનો નારો સાંભળ્યો નથી. હાલ તેનો ઉપયોગ લોકો સાથે મારપીટ કરવા માટે થઈ રહ્યો છે.' તેમણે વધુમાં કહ્યું કે 'મારું માનવું છે કે જય શ્રીરામના નારાને બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ નાતો નથી. હાલના સમયમાં કોલાકાતામાં રામનવમીની ઉજવણી વધુ થાય છે. આ અંગે પહેલા ક્યારેય સાંભળ્યું નથી.'

કોલકાતામાં નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને કહ્યું  કે મેં મારી ચાર વર્ષની પૌત્રીને પૂછ્યું કે તેને કયા ભગવાન ગમે છે? તો તેણે જવાબ આપ્યો માતા દુર્ગા. તેમણે કહ્યું કે માતા દુર્ગાના મહત્વની સરખામણી રામનવમી સાથે થઈ શકે નહીં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયમાં પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાને લઈને ભાજપ અને ટીએમસીના કાર્યકરોમાં ઘર્ષણ ચાલે છે. આ એક મોટી રાજકીય ચર્ચા બની ગયો છે. તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પણ અનેકવાર આલોચના થઈ ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news