નવી દિલ્હી: અયોધ્યામાં જમીન વિવાદને લઇ સુપ્રીમ કોર્ટ 4 જાન્યૂઆરીએ મહત્વની સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચ આ મામલે સુનાવણી કરશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી જાન્યુઆરી મહિના સુધી મોકૂફ રાખવામાં આવી હતી. આ પહેલા તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર મામલો સંભાળી રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મોદીની મેગા હેલ્થ સ્કીમ 'આયુષમાન ભારત'ની બની 64 નકલી એપ્લિકેશન્સ, સરકારે આપી ચેતવણી


આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ એસ કે કૌલની બેંચની સામે સૂચિબદ્ધ કરવામાં આવી છે. બેંચના આ મામલે સુનાવણી માટે ત્રણ જજની બેંચની રચના કરવાની સંભાવાના છે. ચાર દિવસના વચનો પર અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયની સામે 14 એપ્રિલ અરજી દાખલ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો પડકાર મળ્યો હતો.


સુપ્રીમ કોર્ટે 1994ના ઇસ્માઇલ ફારૂકીના નિર્ણય પર પુન: વિચારના મામલે બંધારણ બેંચને મોકલવાનો ઇનકાર કર્યો હતો. મુસ્લિમ પક્ષોએ નમાજ માટે મસ્જિદને ઇસ્લામનો જરૂરી ભાગ ન ગણાવતા ઇસ્માઇલ ફારૂકીના નિર્ણય પર પુન:વિચારની માગ કરી હતી.


વધુમાં વાંચો: હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરો ખરીદી, જાન્યુઆરીથી શરૂ થશે નવી સેવા


રામ મંદિર મામલે દરરોજ સુનાવણી કરવવા માગે છે ભાજપ
ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે સોમવારે કહ્યું હતું કે ભાજપનો મત છે કે સુપ્રીમ કોર્ટે રામ મંદિર મામલે દરરોજ સુનાવણી કરવી જોઇએ તેથી જલ્દી નિર્ણય આવી શકે છે. જાવડેકરે પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે, અમારી ઇચ્છા છે કે આ મામલે દરરોજ સુનાવણી થાય જેનાથી તેનો જલ્દી નિર્ણય આવી શકે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...