વાસુદેવ ત્રિપાઠી, અયોધ્યા: રામ મંદિર પર વિવાદ અને રાજકાણના કેન્દ્ર અયોધ્યામાં એક વધુ મંદિર વિવાદ ઉભો થયો છે. આ વિવાદ મંદિર બનાવવાને લઇને નહીં પરંતુ મંદિર તોડવાને લઇને થઇ રહ્યો છે અને મંદિર તોડવાનો આ આરોપ સ્થાનિક ભારતીય જતના પાર્ટી પર લાગી રહ્યો છે. હકીકતમાં અયોધ્યા નગર નિગમે અયોધ્યામાં જૂના અને જર્જરીત થઇ ગયેલા 177 ભવનોને તોડવા અથવા તેનું સમારકામ કરવાની નોટિસ જાહેર કરવામાં આવી છે. આ જર્જરીત મકાનોમાં કેટલાક જુના મંદિરો પણ છે. ત્યાર બાદ રામ મંદિર આંદોલનના કેન્દ્ર અને મંદિરોની નંગરી કહેવાતી અયોધ્યામાં મંદિરોને નોટિસ આપવા પર વિવાદ ઉભો થઇ ગયો છે.


દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...