નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે એટલે કે આજથી રોજે રોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે. દરેક પક્ષ પોતાની દલીલો સાથે તૈયાર છે. કોર્ટ સામે મુખ્ય મુદ્દો એ છે કે શું વિવાદીત સ્થળ પર પહેલા મંદિર હતું  અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અયોધ્યા પર મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ બીજી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે મધ્યસ્થતા પેનલને ભંગ કરી હતી અને 6 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં રોજે રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ મામલાનો ચુકાદો 17 નવેમ્બર 2019 સુધીમાં આવી જાય તેવી વકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી, અમિત શાહ, કે ડોભાલ નહીં પરંતુ આ વ્યક્તિ છે 'મિશન કાશ્મીર'ના માસ્ટર માઈન્ડ 


ચીફ જસ્ટિસ રિટાયર થાય ત્યાં સુધીમાં ચુકાદો લેવા માટે સુપ્રીમ કોર્ટ પાસે આ મામલે કુલ 35 દિવસનો સમય છે. આ 35 દિવસ નોન મિસલેનીઅસ ડે છે જે દર અઠવાડિયે મંગળવાર, બુધવાર અને ગુરુવાર હોય છે જેમાં સુપ્રીમ કોર્ટ રેગ્યુલર કેસ એટલે કે જૂના કેસોની નિયમિત સુનાવણી કરે છે. સોમવાર અને શુક્રવારે મિસલેનીઅસ ડે હોય છે જેમાં નવા કેસોની સુનાવણી હાથ ધરાય છે. 6 ઓગસ્ટથી ચીફ જસ્ટિસના રિટાયરમેન્ટ દિવસ 17 નવેમ્બર 2019 સુધી શનિવાર અને રવિવાર તથા રજાના દિવસોને હટાવતા સુનાવણી માટે 35 દિવસ ચે. આ દિવસોમાં સુનાવણી પણ થવાની છે અને નિર્ણય પણ લેવાનો છે. 


કોંગ્રેસને આંચકો, સોનિયાની નજીક ગણાતા આ દિગ્ગજ નેતાએ આર્ટિકલ 370 હટાવવાનું કર્યું સમર્થન 


રામલલા અને નિર્મોહી અખાડા પહેલા પોતાનો પક્ષ કરશે રજુ
વિવાદીત સ્થળ પર શું પહેલા કોઈ મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી આ વાતનો જવાબ વિવાદિત સ્થળ પર ખોદકામ કરનારા ભારત પૂરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ની રિપોર્ટમાં મળે છે. જેમાં કહેવાયું છે કે વિવાદિત માળખાની નીચે મળેલી વિશાળ સંરચના ઉત્તર ભારતના મંદિર સાથે મેળ ખાય છે. એટલે કે પહેલા ત્યાં મંદિર હતું. એએસઆઈના આ રિપોર્ટ વૈજ્ઞાનિક પુરાવો છે. હાઈકોર્ટના ચુકાદામાં રિપોર્ટ આધાર બન્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવાનો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...