PM મોદી, અમિત શાહ, કે ડોભાલ નહીં પરંતુ આ વ્યક્તિ છે 'મિશન કાશ્મીર'ના માસ્ટર માઈન્ડ 

રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 (Jammu Kashmir Reorganization Bill 2019)  રજુ કર્યું જે બહુમતીથી પસાર પણ  થઈ ગયું.

PM મોદી, અમિત શાહ, કે ડોભાલ નહીં પરંતુ આ વ્યક્તિ છે 'મિશન કાશ્મીર'ના માસ્ટર માઈન્ડ 

નવી દિલ્હી: રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 (Jammu Kashmir Reorganization Bill 2019)  રજુ કર્યું જે બહુમતીથી પસાર પણ  થઈ ગયું. આ વિધેયકમાં પ્રદેશને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયો છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. આ બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 મત પડ્યાં. આ અગાઉ ગૃહ મંત્રીએ રાજ્યસભામાં આ બિલ રજુ કર્યું ત્યારબાદ હાબાળા સાથે ચર્ચા થઈ અને ત્યારબાદ બિલ પર મતદાન થયુ હતું. 

રાજ્યસભામાં સોમવારે બિલ રજુ કરતા પહેલા સરકારે ખુબ સાવધાની રાખી. આ અંગે કોઈને પણ સૂચના નહતી. સુરક્ષા કારણોસર સરકારે સમગ્ર જમ્મુ અને કાશ્મીરને પર્યટકોથી ખાલી કરાવી લીધુ હતું. અમરનાથ યાત્રા અધવચ્ચે જ રોકી દીધી. આ સાથે જ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરી લીધા હતાં. પ્રદેશમાં ભારે સુરક્ષાકર્મીઓ તહેનાત કરી દેવાયા. આ બધી તૈયારીઓ છતાં કોઈ સમજી શક્યું નહીં કે મોદી સરકારનું આખરે પ્લાનિંગ શું છે. 

કોઈ પણ વિરોધી પક્ષને ગંધ સુદ્ધા ન આવી
રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ગુલામનબી આઝાદે તો એટલે સુધી કહી દીધુ  કે અચાનક આ બિલ લાવવું એ બોમ્બ ફોડવા જેવું છે. 

જુઓ LIVE TV

મિશનની શરૂઆત જૂનના ત્રીજા અઠવાડિયામાં થઈ
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની અને રાજ્યના બે ટુકડાં કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશનની શરૂઆત ખરેખર તો જૂનના ત્રીજા અઠવાડિયાથી જ શરૂ થઈ ગઈ હતી. જ્યારે તેમણે 1987ની બેચના છત્તીસગઢ કેડરના આઈએએસ અધિકારી બીવીઆર સુબ્રમણ્યમને જમ્મુ અને કાશ્મીરના નવા મુખ્ય સચિવ બનાવ્યાં. સુબ્રમણ્યમે પીએમઓમાં સંયુક્ત સચિવ તરીકે વડાપ્રધાન મોદી સાથે પહેલા પણ કામ કર્યું હતું. તેઓ મોદીના મિશન કાશ્મીરના મુખ્ય અધિકારીઓમાંથી એક હતાં. મિશન કાશ્મીરનું બધુ કામ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સોંપાયું હતું. જે કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ સાથે મળીને પોતાની કોર ટીમ સાથે કાયદા નિહિતાર્થની સમીક્ષા કરી રહ્યાં હતાં. જેમાં કાયદા અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્વ, એડિશનલ સેક્રેટરી કાયદા (ગૃહ મંત્રાલય) આર.એસ. વર્મા, એટોર્ની જનરલ કે કે વેણુ ગોપાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને કાશ્મીર ખંડની તેમની પસંદ કરેલી ટીમ સામેલ હતી. 

ડોભાલ અને પીએમ મોદી વચ્ચે થઈ અનેક બેઠક
શાહે બજેટ સત્રની શરૂઆત અગાઉ જ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને તેમના સહયોગી (મહાસચિવ) ભૈયાજી જોશીને કલમ 370 હટાવવા અને જમ્મુ તથા કાશ્મીરના બે ફાડચા કરીને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી નાખવાના કેન્દ્ર સરકારના વિચારથી અવગત કર્યાં હતાં. 

કાયદાકીય સલાહ-સૂચનો બાદ શાહનું ધ્યાન કલમ 370 હટાવ્યા બાદ ખીણમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા પર હતું. શાહના એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાનની સલાહ પર શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે અનેક બેઠક કરી હતી. 

ડોભાલે પોતે શ્રીનગર જઈને સંભાળ્યો મોરચો
સૂત્રોએ જણાવ્યું કે શાહે જ્યારે એકવાર કાશ્મીરની સમીક્ષા કરી લીધી ત્યારબાદ ડોભાલને સુરક્ષા દ્રષ્ટિથી સ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગર મોકલાયા હતાં. 

એનએસએ ડોભાલ ત્યાં 3 દિવસ સુધી રહ્યાં. ત્યારબાદ 26 જુલાઈના રોજ અમરનાથ યાત્રા રોકવાનો ફેસલો લેવાયો. ત્યારબાદ ઘાટીથી તમામ પર્યટકોને પણ નિકળવાની સલાહ આપવામાં આવી. ત્યારબાદ કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 100 વધારાની કંપનીઓની તહેનાતી સુરક્ષા કારણોસર થઈ. 

સુબ્રમણ્યમે કર્યું હતું સમગ્ર પ્લાનિંગ
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ સુબ્રમણ્યમ કે જે વડાપ્રધાન કાર્યાલય અને ગૃહ મંત્રાલયની સાથે સંપર્કમાં હતાં તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર અનેક સુરક્ષા પગલાંની રૂપરેખા તૈયાર કરી જેમાં પોલીસ, અર્ધસૈનિક દળો, પ્રશાસનના પ્રમુખ અધિકારીઓ દ્વારા સેટેલાઈટ ફોનનો પ્રયોગ કરવા, સંવેદનશીલ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ)ની તેહનાતી કરવી, તથા સેના દ્વારા નિયંત્રણ રેખા પર સતર્કતા વધારવા જેવા પગલાં સામેલ હતાં. 

(મુખ્ય સચિવ સુબ્રમણ્યમ)

સેના, સુરક્ષા એજન્સીઓ તથા કેન્દ્રીય અર્ધસૈનિક દળોના પ્રમુખ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના મુખ્ય સચિવ સાથે ચોવીસ કલાક સંપર્કમાં હતાં. 

સમગ્ર પ્લાનિંગ હેઠળ રાજ્યમાં લાગુ કરાઈ કલમ 144
4 ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ રાતે મુખ્ય સચિવે જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહને અનેક એક્શન લેવાના નિર્દેશ આપ્યાં. જેમાં પ્રમુખ નેતાઓની અટકાયત, મોબાઈલ અને લેન્ડલાઈન સેવાઓ બંધ કરવી, કલમ 144 લાગુ કરવી અને કાશ્મીર ખીણમાં કરફ્યુ દરમિયાન સુરક્ષા દળોનું પેટ્રોલિંગ વધારવું સામેલ હતું. 

ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલુનીની પણ મહત્વની ભૂમિકા
આ અગાઉ દિલ્હીમાં શાહે પોતાની વધુ એક પ્રમુખ ટીમને કામે લલાડી, જેમાં રાજ્યસભા સાંસદ અનિલ બલુની અને ભૂપેન્દ્ર યાદવ સામેલ હતાં. આ ટુકડીને રાજ્યસભાના સભ્યોનું સમર્થન મેળવવા માટે કામે લગાડવામાં આવ્યાં. રાજ્યસભામાં હાલ બીજેપીને બહુમત નથી એટલે આટલી જંગી બહુમતીથી બિલ પાસ થવું તે સત્તાધારી એનડીએ માટે ખુબ મોટી વાત છે. 

આ ટીમે ટીડીપીના રાજ્યસભા સાંસદોને તોડ્યાં અને સમાજવાદી પાર્ટીના સાંસદ નીરજ શેખર, સુરેન્દ્ર નાગર, સંજય સેઠ તથા કોંગ્રેસ સાંસદ સંજય સિંહને રાજ્યસભાથી રાજીનામું આપવાની વ્યવસ્થા કરી નાખી. ત્યારબાદ ભાજપને ઉચ્ચ સદનમાં સારું એવું બહુમત મળી ગયું. આ બાજુ 12માં કલાકમાં ટીમ બસપાના નેતા સતીષ મિશ્રાનું સમર્થન મેળવવામાં સફળતા મળી. 

પત્રકારોને પણ શાહે કર્યા હતાં સાવધ
આ દરમિયાન અમિત શાહે પ્રમુખ પત્રકારો(જેમની ગૃહ મંત્રાલય સુધી પહોંચ હતી) સાથે બંધ બારણે બેઠક  કરીને સંવેદનશીલ મુદ્દાઓ પર સંતુલિત રિપોર્ટિંગ  કરવાનું સૂચન કર્યું હતું. શાહનો મુખ્ય ભાર જ્યાં સુધી 5મીએ આ બિલને રાજ્યસભામાં રજુ ન કરાય ત્યાં સુધી ટોચના સ્તરની ગુપ્તતા જાળવવાનો હતો. 

સૂત્રોએ જણાવ્યું કે 2 ઓગસ્ટના રોજ શાહને ભરોસો હતો કે તેમની પાર્ટીને રાજ્યસભામાં પૂરતું સંખ્યાબળ મળી ગયું છે ત્યારબાદ સોમવારે રાજ્યસભામાં આ ઐતિહાસિક બિલને રજુ કરાયું. આ દરમિયાન ભાજપના સાંસદોને વ્હિપ જારી કરવામાં આવ્યું હતું કે મહત્વપૂર્ણ બિલ રજુ કરવાનું હોવાથી તેઓ સંસદમાં હાજર રહે. 

રાષ્ટ્રપતિને ભરોસોમાં લેવાયા હતાં
ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે આખરે છેલ્લા સપ્તાહમાં મોદી અને શાહે સોમવારે મંત્રીમંડળની બેઠક બોલાવવાનું અને મંત્રીઓને મિશન કાશ્મીરની જાણકારી આપવાનું નક્કી કર્યું અને સદન અગાઉ આ અંગે પ્રસ્તાવ પસાર કરાયો. આ જ રીતે કાયદા અને ન્યાય મંત્રાલયને કલમ 370 દૂર કરવાનું નોટિફિકેશન રાષ્ટ્રપતિ પાસેથી જલદી પસાર કરાવવાનું કામ સોંપાયું. 

રાજ્યસભામાં શોરબકોર વચ્ચે સોમવારે અમિત શાહે જ્યારે બિલ રજુ કર્યું તો ભાજપના એક સાંસદે પ્રતિક્રિયા આપી કે 'શાહનું મિશન ક્યારેય નિષ્ફળ નથી જતું, તેઓ નવા સરદાર (વલ્લભભાઈ પટેલ) છે.'

(ઈનપુટ-આઈએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news