Ram Mandir: 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પીએમ મોદી ભવ્ય કાર્યક્રમમાં થશે સામેલ
Ram Mandir News: પીએમ મોદીએ કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પર અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે.
નવી દિલ્હીઃ Ram Mandir Latest News: 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સામેલ થશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તેની જાણકારી આપી છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારી તેમને મળવા પહોંચ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે તેમનું સૌભાગ્ય છે કે તેઓ આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનશે.
પીએમ મોદીએ એક્સ પર લખ્યું- જય સિયારામ! આજનો દિવસ ખુબ ભાવનાઓથી ભરેલો છે. આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારી મને મારા નિવાસ્થાને મળવા આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે. હું ખુબને ખુબ ધન્ય અનુભવી રહ્યો છું. આ મારૂ સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનીશ.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube