અયોધ્યાના શ્રીરામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની સાથે જ 500 વર્ષના ઈન્તેજારનો અંત આવ્યો છે. સોમવારે પૂરા વિધિ વિધાનથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. દુનિયાભરના કરોડો ભક્તો આ પળની વર્ષોથી રાહ જોતા હતા. પોતાના દિવ્ય અને ભવ્ય સ્વરૂપ સાથે હવે રામલલ્લા બધાની સામે છે. રામલલ્લાને અનેક દિવ્ય આભૂષણો અને પૌરાણિક કથાઓમાં તેમના વર્ણન સ્વરૂપને આધારે વસ્ત્રોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામલલ્લાના આભૂષણોનું નિર્માણ આધ્યાત્મ રામાયણ, શ્રીમદ વાલ્મિકી રામાયણ, શ્રીરામચરિત માનસ તથા આલવન્દાર સ્ત્રોતના અધ્યયન અને તેમા વર્ણિત શ્રીરામની શાસ્ત્રસંમત શોભા મુજબ શોધ અને અધ્યયન બાદ કરાયું છે. ભગવાન રામના આભૂષણ બનાવવામાં 5 કિલો જેટલું સોનું અને લગભગ 18 હજાર હીરા તથા પન્નાનો ઉપયોગ થયો છે. તિલક, મુગટ, 4 હાર, કમરબંધ, બે જોડી સાંકળા, વિજયમાળા, બે વિટીં સહિત કુલ 14 આભૂષણ તૈયાર કરવામાં આવ્યા છે. આ આભૂષણ ફક્ત 12 દિવસમાં બનીને તૈયાર થયા છે. 


આ આભૂષણોને તૈયાર કરવાની જવાબદારી  લખનઉના હરસહાયમલ શ્યામલાલ જ્વેલર્સને સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 15 દિવસ પહેલા શ્રીરામ ટ્રસ્ટે જ્વેલરનો સંપર્ક કર્યો હતો. ભગવાન રામના મુગટમાં સૌથી પહેલા ભગવાન સૂર્યનું ચિન્હ બનાવવામાં આવ્યું કારણ કે ભગવાન રામ સૂર્યવંશી હતા. રાજસી શક્તિનું પ્રતિક પન્નાને મુગટના કેન્દ્રમાં લગાવવામાં આવ્યો છે.  ભગવાન રામના મુગટને રાજાની જગ્યાએ એક 5 વર્ષના બાળકની પાઘડી તરીકે તૈયાર કરાયો છે. 


મુગટ બનાવવા માટે હતો નિર્દેશ
એટલું જ નહીં મુગટમાં યુપીના રાજકીય ચિન્હ માછલીને પણ બનાવવામાં આવ્યું. રાષ્ટ્રીય પક્ષી મોરને પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે જ્વેલરને ટ્રસ્ટે ભગવાનનો મુગટ બનાવવા માટે આમંત્રણ આપ્યું તો શરત મૂકવામાં આવી હતી કે  મુગટ બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે ભગવાન રામ એક 5.5 વર્ષના બાળક છે. આથી 5.5 વર્ષના બાળકની વેશભૂષા અને આભૂષણ જેવા હોય તેવો જ મુગટ જોઈએ. 


રામલલ્લાના આભૂષણોની વિશેષતા


મુગટ
ભગવાન રામનો મુગટ એક કિલો 700 ગ્રામ સોનાનો બનેલો છે. જેમાં 75 કેરેટ ડાયમંડ, લગભગ 175 કેરેટ Zambian Emerald પન્ના, લગભગ 262 કેરેટ રૂબી, માણેક લગાવવામાં આવ્યા છે. મુગટની વચ્ચે ભગવાન રામના સૂર્યવંશનું પ્રતિક ભગવાન સૂર્યનું ચિન્હ રાખવામાં આવ્યું. મુગટમાં લગાવવામાં આવેલા હીરા શુદ્ધ અને સેંકડો વર્ષ જૂના છે જે પવિત્રતા અને સત્યતાનું પ્રતિક છે. મુગટની પાછળના ભાગને 22 કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે. લગભગ 500 ગ્રામ વજન છે. 


તિલક
ભગવાનનું તિલક 16 ગ્રામ સોનાનું છે. તેના મધ્યમાં 3 કેરેટ હિરા અને બંને બાજુ લગભગ 10 કેરેટના હીરા  લગાવવામાં આવ્યા છે. તિલકની વચ્ચે માણેકનો ઉપયોગ થયો છે જે Burmese રૂબ બર્મી માણેક છે. 


પન્નાની વિંટી
ભગવાન રામને એક પન્નાની વિંટી પણ પહેરાવવામાં આવી છે. જેનું વજન 65 ગ્રામ છે. તેમાં 4 કેરેટ હીરા અને 33 કેરેટ પન્ના લગાવવામાં આવ્યા છે. અંગૂઠીની વચ્ચે ગાઢ લીલા રંગનું જાંબિયન પન્નો લગાવવામાં આવ્યો છે. જે ભગવાનના વન ગમન, સૌહાર્દ અને ભગવાન રામની બુદ્ધિમત્તાનું પ્રતિક છે. 


માણેકની વિંટી
ભગવાન રામના જમણા હાથમાં 26 ગ્રામ સોનાની માણેકની વિંટી છે. જેમાં માણેક સાથે હીરા પણ લાગેલા છે. 


નાનો હાર
ભગવાન રામના ગળામાં લગભગ 500 ગ્રામ વજનનો સોનાનો હાર છે. આ હારમાં લગભગ 150 કેરેટ માણેક અને લગભગ 380 કેરેટ પન્ના લગાવવામાં આવ્યા છે. હારની વચ્ચે સૂર્યવંશનું ચિન્હ અને જેને પન્ના, માણેક અને હીરાના ફૂલથી બનાવવામાં આવ્યું છે. 


પંચલડા
ભગવાન રામનો બીજો હાર પંચલડા છે. પંચલડાનું વજન 660 ગ્રામ છે. જેમાં લગભગ 80 હીરા, 550  કેરેટ લગભગ પન્ના લગાવવામાં આવ્યા છે. હારમાં પાંચ લડીયા પંચ તત્વને દર્શાવે છે. 


વિજયમાળા
ભગવાન રામના ગળામાં સૌથી મોટો હાર વિજયમાળા છે. તેનું વજન લગભગ 2 કિલો છે. જે 22 કેરેટ સોનાથી બનેલો છે. ભગવાન રામની વિજયમાળામાં હિન્દુ ધર્મના પ્રતિકોને દર્શાવવામાં આવ્યા છે. પંચ પવિત્ર પુષ્પ કમલ, કુંડ, પારિજાત, ચંપા અને તુલસી જે પંચભૂત તથા ભગવાન રામના પ્રકૃતિ પ્રેમને દેખાડે છે. તેમને હારની વચ્ચે બનાવવામાં આવ્યા છે. આ સાથે શંખી ચક્રને પણ હારમાં દર્શાવવામાં આવ્યું છે. હારની લંબાઈ એવી રાખવામાં આવી છે કે તે ભગવાન રામના ચરણ સ્પર્શી રહ્યો છે જે તેમના ચરણોમાં ભક્તિ અને માનવ કલ્યાણને દેખાડે છે. 


કમરબંધ
5.5 વર્ષના બાળક સ્વરૂપ ભગવાન રામની કમરને સજાવવા માટે 750 ગ્રામ સોનાનો કમરબંધ બનાવવામાં આવ્યો છે. તેમાં 70 કેરેટ હીરા અને લગભગ 850 કેરેટ માણેક, પન્ના લગાવવામાં આવ્યા છે. પૌરાણિક કાળથી જ કમરબંધ રાજસી કુંવરનું આભૂષણ રહ્યું છે જે રાજસી વૈભવને દેખાડે છે. 


બાજુબંધ
રામલલ્લાની નાનકડી બાજુઓ માટે 22 કેરેટ ગોલ્ડના 400 ગ્રામના બાજુબંધ બનાવવામાં આવ્યા છે. 


કંગન
ભગવાન રામના નાનકડા હાથમાં 850 ગ્રાના બે કંગન પહેરાવવામાં આવ્યા છે. જેમાં લગભગ 100 હીરા અને 320 પન્ના માણેક છે. 


પગ ખડુઆ
ભગવાન રામના નાના પગ માટે 400 ગ્રામ સોનાના 44 કેરેટ હીરા અને 50 કેરેટ પન્ના વગેરે જડિત ખડુઆ  બનાવવામાં આવ્યા છે. 


ચાંદીના રમકડાં
ભગવાન રામ 5.5 વર્ષના બાળક છે તો તેમના રમકડાં પણ હોય. ચાંદીના ઘોડા ઊંટ  વગેરે છે. 


ધનુષ બાણ
બાળ સ્વરૂપ છે પરંતુ ધનુર્ધારી છે. તેમના ધનુષ બાણ પણ છે. ભગવાન રામના ધનુષ બાણ 24 કેરેટના એક કિલોના બનાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube