લખનઉઃ અયોધ્યામાં શ્રી રામલલાના દર્શન અને વિભાગીય સમીક્ષા બાદ યોગી આદિત્યનાથ સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા શ્રમ કલ્યાણ પરિષદના અધ્યક્ષ પંડિત સુનીલ ભરાલાએ રામ મંદિર નિર્માણ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના કારણે વિરોધ પક્ષ ફરી એક વખત રાજનીતિ શરૂ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંડિત સુનીલ ભરાલાએ જણાવ્યું છે કે, "જેવી રીતે વડાપ્રધાન મોદીએ એરસ્ટ્રાઈક કરી હતી, જીએસટી લાગુ કર્યો હતો અને કાશ્મીરમાં 370 નાબૂદ કરી હતી, એવી જ રીતે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના નિર્માણનો નિર્ણય રાતોરાત લઈ લેશે. રામ મંદિરના નિર્માણમાં લોકો કારસેવા માટે પણ જોડાઈ જશે."


અયોધ્યા કેસઃ 14મા દિવસે સુનાવણી પુરી, હિન્દુ પક્ષકારે કહ્યું, ત્રણ ગુંબજ ધરાવતી ઈમારત ન હતી મસ્જિદ


તેમણે જણાવ્યું કે, હાઈકોર્ટ આસ્થાથી મોટી નથી. ધાર્મિક યાત્રાઓમાં ડીજે વગાડવા પર કોઈ પ્રતિબંધ નથી. ધાર્મિક યાત્રાઓમાં ડીજે વાગશે. તેમણે કહ્યું કે, જે અધિકારી કાવડ યાત્રાનો વિરોધ કરતા હતા, તેમણે જ કાવડ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા પણ કરી હતી. હવે અયોધ્યામાં આગામી રામ જન્મોત્સવ રામનવમીના દિવસે હેલિકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....