અયોધ્યામાં રામજન્મભૂમિના પુજારી સહિત 16 પોલીસકર્મીઓનો કોરોના પોઝિટિવ
રામજન્મભૂમિમાં 5 ઓગસ્ટે ભૂમિ પૂજન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન માટે પહોંચવાના છે. અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તે પહેલા પુજારી સહિત પોલીસકર્મિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
અયોધ્યાઃ અયોધ્યામાં 5 ઓગસ્ટે ભૂમિ પૂજનને લઈને તૈયારીઓ વચ્ચે હડકંપ મચી ગયો છે. અહીં પર રામલલાના એક પુજારી સહિત સુરક્ષામાં લાગેલા એક ડઝનથી વધુ પોલીસકર્મિઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. રિપોર્ટ આવ્યા બાદ બધા લોકોને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યાં છે. કહેવામાં આવ્યું છે કે મંદિરમાં આ લોકોના સંપર્કમાં આવેલા ભક્તોના સેમ્પલ પણ લેવામાં આવશે.
રામજન્મભૂમિમાં 5 ઓગસ્ટે ભૂમિ પૂજન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન માટે પહોંચવાના છે. અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ડેપ્યુટી સીએમ અયોધ્યાનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત લઈ ચુક્યા છે.
તપાસ માટે મોકલવામાં આવ્યા હતા સેમ્પલ
જાણવા મળી રહ્યું છે કે રામ જન્મભૂમિના સહાયક પુજારીની તબીયત ખરાબ થયા બાદ તેમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. આ સાથે સુરક્ષામાં રહેલા પોલીસકર્મિઓની તપાસ કરાવવામાં આવી. ગુરૂવારે આવેલા રિપોર્ટ બાદ ત્યારે હડકંપ મચી ગયો જ્યારે સહાયક પુજારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
રામ મંદિર ભૂમિ પૂજન પર આતંકી હુમલાનો ખતરો, હાઈ એલર્ટ પર ઉત્તર પ્રદેશ
મુખ્ય પુજારીના શિષ્ય છે પોઝિટિવ આવેલ પુજારી
સહાયક પુજારી રામલલા મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. પોઝિટિવ પુજારીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અન્ય લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે, જેથી તેનામાં કોરોનાની તપાસ થઈ શકે. રામજન્મભૂમિ પરિસરને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube