Ayodhya verdict live update: અયોધ્યા ચુકાદા બાદ ઉમા ભારતી બોલ્યા- અડવાણીના ચરણોમાં માથું ટેકવીશ
અયોધ્યા (Ayodhya) રામ મંદિર (Ram Mandir) વિવાદ કેસમાં (Ayodhya Case) સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેને આવકારતાં ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ (Uma Bharti) કહ્યું કે, સૌથી પહેલા હું અડવાણીના ચરણોમાં માથું ટેકવીશ.
નવી દિલ્હી : અયોધ્યા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે ઐતિહાસિક ચુકાદો આવ્યા બાદ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા ઉમા ભારતીનું કહેવું છે કે, તે સૌથી પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઇને એમને પ્રણામ કરશે.
પૂર્વ મુખ્યમંત્રીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, હું હિમાલય, ઉત્તરાખંડ ગંગા કિનારેથી હાલમાં જ દિલ્હી પહોંચી છું. આજે ભાજપના પદાધિકારીઓની બેઠક છે. રસ્તામાં જ મેં આ ચુકાદો સાંભળ્યો તો હું સૌથી પહેલા અડવાણીજીના ઘરે જવા ઇચ્છીશ. હું એમને પ્રણામ કરીશ અને એમણે જે શીખ આપી છે એ રસ્તે જ ચાલીશ.
અયોધ્યા કેસ: જાણો સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં મુસ્લિમ પક્ષને શું મળ્યું...
રામ મંદિર આંદોલનમાં સતત જોડાયેલ ભાજપના આ મહિલા નેતાએ એક બાદ એક ટ્વિટ કરીને કહ્યું કે, અડવાણીજી જ એ ભારતીય રાજકીય નેતા છે કે જેમણે છપદ્મ ધર્મનિરપેક્ષતા વિરૂધ્ધ રાષ્ટ્રવાદ (Pseudo Secularism Vs Nationalism) ની વિચારધારા ભારતના રાજનીતિ સ્તર પર છેડી હતી. એ વિચારધારાને પગલે જ અયોધ્યા આંદોલન આગળ વધ્યું હતું.
Ayodhya Verdict Live Updates:રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube