close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Ayodhya Verdict :રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ ચૂકાદો વાંચવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલાં ચીફ જસ્ટિસે શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ આ ચૂકાદાની સુનાવણી કરી રહી છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Nov 9, 2019, 07:37 PM IST
Ayodhya Verdict :રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ ચૂકાદો વાંચવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલાં ચીફ જસ્ટિસે શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ આ ચૂકાદાની સુનાવણી કરી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબરના રોજ બધા પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો પેન્ડીંગ રાખ્યો હતો. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. આ ચૂકાદામાં વિવાદિત જમીન રાજજન્મભૂમિ ન્યાસને આપવાનો ફેંસલો કર્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ સ્થળે જગ્યા આપવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે અલગ જમીન આપવાનો કોર્ટે આદેશ આપ્યો છે. 

 આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી થઇ હતી. આ સુપ્રીમ કોર્ટના ઐતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.

- સુન્ની વકફ બોર્ડના વકીલે જફરયાબ જિલાનીએ ચુકાદા પર પ્રેસ કોંન્ફ્રેંસ કરી કહ્યું, 'અમે ચુકાદા પર અત્યારે ચર્ચા કરીશું અને પછી નક્કી કરીશું કે તેની સમીક્ષા માટે અરજી દાખલ કરીશું કે નહી. આ ચુકાદાનો આદર કરવો જોઇએ. અમે તેના વિરૂદ્ધ કોઇ પ્રદર્શન કરવું ન જોઇએ. 

- રાજનાથ સિંહે કહ્યું કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સહજ થઇને સ્વિકાર કરવો જોઇએ.

- કેંદ્વીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીએ ચુકાદા પર કહ્યું કે 'બધાને સુપ્રીમ કોર્ટનો ચુકાદો માનવો જોઇએ અને શાંતિ જાળવી રાખવી જોઇએ.'

- મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ, પરંતુ ચુકાદામાં ઘણા વિરોધાભાસ છે, જોકે અમે ચુકાદાથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે અમે ચુકાદાનું મૂલ્યાંકન કરીશું અને આગળની કાર્યવાહી પર ફેંસલો થશે. 

- કોર્ટે કહ્યું કે સરકાર ત્રણ મહિનાની અંદર જે ટ્રસ્ટ બનાવશે તેમાં નિર્મોહી અખાડા હશે કે નહી તે સરકાર નક્કી કરશે. 

- જ્યાં બાબરી મસ્જિદના ગુંબજ હતા તે જગ્યા હિંદુ પક્ષને મળી.

- સુપ્રીમ કોર્ટે કેંદ્વ સરકારને ત્રણ મહિનાની અંદર અયોધ્યા પર એક કાર્યયોજના તૈયાર કરવા માટે કહ્યું છે. 

- અંદરના ચબુતરા પર કબજાને લઇને ગંભીર વિવાદ રહ્યો છે. 1528 થી 1556 વચ્ચે મુસલમાનોએ ત્યાં નમાજ પઢવાના કોઇ પુરાવા રજૂ કર્યા નથી.

-બહારના ચબુતરા પર મુસલમાનો કબજો ક્યારેય રહ્યો નથી. 6 ડિસેમ્બરની ઘટનાથી યથાસ્થિતિ તૂટી ગઇ.

- સુન્ની વક્ફ બોર્ડ આ સ્થળના ઉપયોગના પુરાવા આપી ન શક્યું.

-બહારના ચબુતરા પર હંમેશાથી હિંદુઓનો કબજો રહ્યો, ઐતિહાસિક યાત્રા વૃતાંતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. 

-ઐતિહાસિક યાત્રા વૃતાંત જણાવે છે કે સદીઓથી માન્યતા રહી છે કે અયોધ્યા જ રામનું જન્મસ્થળ છે. 

- હિંદુઓની આ આસ્થાને લઇને કોઇ વિવાદ નથી. આસ્થા તેને માનનાર વ્યક્તિની અંગત ભાવના છે. 

- કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવામાં આવે. એટલે કે કોર્ટે મુસ્લિમોને બીજી જગ્યા પર જમીન આપવાનો આદેશ આપ્યો છે.

- કોર્ટે ચૂકાદામાં કહ્યું કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. 

- કોર્ટે ચૂકાદામાં કહ્યું કે આસ્થાના આધાર પર જમીનનો માલિકાના હક ન આપી શકાય. સાથે જ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ચૂકાદો કાયદાના આધારે આપવામાં આવશે. 

- કોર્ટે ASI રિપોર્ટ અનુસાર પોતાના ચૂકાદામાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાની નક્કર જાણાકરી નથી.

- મંદિર તોડી મસ્જિદ બનાવવનો ઉલ્લેખ નહી

- પુરાતત્વ વિભાગના રિપોર્ટ અનુસાર બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની ન હતી. 

- પુરાતત્વ ખાતાના ખોદકામમાં સાબિત થયું કે પાયાનો ઢાંચો ઇસ્લામિક ન હતો. 

- પુરાત્વના પુરાવાને નકારી ન શકાય. એઆઇએ એવા કોઇ પુરાવા નથી આપ્યા કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઇ હતી.

- નિર્મોહી અખાડાનો દાવો નકારી કાઢવામાં આવ્યો

- ચૂકાદાની કોપી વાંચવાનું શરૂ કર્યું, શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી. 

- કોર્ટ રૂમમાં ફેંસલાની કોપી લાવવામાં આવી, ત્યારબાદ ચૂકાદાની કોપી બધા જજોએ સહી કરી.

- ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. થોડીવારમાં રંજન ગોગાઇ કોર્ટ રૂમમાં પહોંચશે, 10.30 વાગ્યા પછી અયોધ્યા કેસનો ચૂકાદો સંભળાવશે. 

- ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની કોર્ટની બહાર વકીલોની ભારે ભીડ જામી છે. દરેક વ્યક્તિ ચીફ જસ્ટિસ કોર્ટ રૂમ પહોંચે તેની રાહ જોઇ રહ્યા છે, ત્યારબાદ દેશના સૌથી મોટા અને જૂના કેસનો ફેંસલો સંભળાવશે. 

- અયોધ્યા પર ચૂકાદાની ઘડીઓ નજીક છે. સુપ્રીમ કોર્ટમાં વકીલોનું આવવાનું શરૂ થઇ ગયું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. 

Ayodhya Case : ઉત્તર પ્રદેશમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

આ હતી હિન્દુ પક્ષોની દલીલો
1. મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી

હિંદુ પક્ષે નકશો, તસવીરો અને પુરાતાત્વિક પુરાવા દ્વારા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો વિવાદિત માળખુ બનતાં પહેલાં ત્યાં ભવ્ય મંદિર હતું. મંદિરને ધ્વસ્ત કરી મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ફોટોગ્રાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિવાદિત બિલ્ડિંગના 14 થાંભલા પર બની હતી. આ થાંભલામાં તાંડવ મુદ્વામાં શિવ, હનુમાન કમળ અને વાઘની સાથે ગરૂડની આકૃતિઓ છે. 

પીએમ મોદીની અપીલઃ અયોધ્યા કેસ ચૂકાદો કોઈની હાર-જીતનો નહીં હોય, શાંતિ જાળવી રાખશો

2. વિવાદિત જગ્યા પર બે હજાર વર્ષ પહેલાં પણ મંદિર
હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે વિવાદિત સ્થળ પર આજથી 2 હજાર વર્ષ પહેલાં પણ ભવ્ય રામ મંદિર હતું. મંદિરના ઢાંચાની ઉપર જ વિવાદિત બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. પ્રાચીન મંદિરના થાંભલા અને બીજી સામગ્રીનો ઉપયોગ પણ વિવાદિત ઢાંચાના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. 

3. શ્રીરામ જન્મસ્થાનને લઇને અતૂટ આસ્થા
હિંદુ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારે અહીં કેસ ચાલી રહ્યો છે કરોડો લોકોની આસ્થા છે કે તે ભગવાન રામનું જન્મ સ્થાન છે. હજારો વર્ષ પહેલાં પૂજા-પરિક્રમાની પરંપરા રહી છે. કરોડો લોકોની આ આસ્થાને ઓળખ અને તેને માન્યતા આપવાની કોર્ટની જવાબદારી છે.

Ayodhya Case Timeline : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ

4. રામલલાની મૂર્તિ રાખતાં પહેલાં શ્રીરામની પૂજા
હિંદુ પક્ષ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે વિવાદિત ઢાંચા પર મૂર્તિ રાખતાં પહેલાં રામની પૂજા કરવામાં આવી હતી. કોઇ જગ્યાને મંદિર તરીકે માનવા માટે ત્યાં મૂર્તિ હોવી જરૂરી નથી. હિંદુ ફક્ત કોઇ એક રૂપમાં ઇશ્વરની આરાધાના કરતા નથી. કેદારનાથમાં શિલાની પૂજા થાય છે. પહાડોની પણ દેવરૂપ પૂજા થાય છે. ચિત્રકૂટમાં થનારી પરિક્રમાનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. 

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે સંભળાવશે ચૂકાદો

5. ઇસ્લામિક સિદ્ધાંતોના અનુસાર પણ વિવાદિત ઢાંચો માન્ય મસ્જિદ નથી
હિંદુ પક્ષે ઇસ્લામિક નિયમોનો હવાલો આપીને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે વિવાદિત ઢાંચો મસ્જિદ ન હોઇ શકે. કહેવામાં આવ્યું છે કે કોઇ ધાર્મિક સ્થાન પર બળજબરીપૂર્વક બનાવવામાં આવી. ઇમારત શરીયત મુજબે પણ મસ્જિદ ન ગણી શકાય. તે બિલ્ડીંગમાં મસ્જિદ માટે જરૂરી તત્વો પણ નથી. ઇસ્લામિક વિદ્વાન ઇમામ અબુ હનીફાનું કહેવું હતું કે જો કોઇ જગ્યાએ દિવસમાં ઓછામાં ઓછી બે વાર નમાજ પઢવાની અજાન ન થાય તો તે જગ્યા મસ્જિદ ન હોઇ શકે. વિવાદિત બિલ્ડીંગમાં 70 વર્ષથી નમાજ પઢવામાં આવી નથી. તે પહેલાં પણ ત્યાં શુક્રવારે જ નમાજ થતી હતી. 

અયોધ્યા કેસ: CJI એ યૂપીના ટોચના અધિકારીઓએ કહ્યું, ક્યાંય કોઇ અપ્રિય ઘટના ન બને

6. રામલલા બિરાજમાન અને શ્રીરામ જન્મસ્થળને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો
હિંદુ પક્ષે શ્રીરામ જન્મસ્થળને પણ ન્યાયિક વ્યક્તિ હોવાના સમર્થનમાં દલીલ રજૂ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે રામ જન્મસ્થાન જ હિંદુઓ માટે દેવતાની માફક પૂજનીય છે. કોઇ જગ્યાએ મંદિર સાબિત કરવા માટે મૂર્તિની હાજરી જરૂરી નથી. પરંતુ લોકોની આસ્થા, વિશ્વાસ જ કોઇ જગ્યાને મંદિર બનાવે છે. શ્રીરામ જન્મસ્થાનને લઇને તો લોકોની આસ્થા સદીઓથી અતૂટ રહી છે. મંદિરમાં બિરાજમાન રામલલા કાનૂની રીતે કિશોરનો દરજ્જો ધરાવે છે. કિશોરની સંપત્તિને કોઇને બે ભાગમાં વહેચવાનો નિર્ણય ન થઇ શકે. 

7. પુરાતત્વ પુરાવો, ધાર્મિક ગ્રંથો, વિદેશી યાત્રીઓના લેખનો હવાલો
હિંદુ પક્ષકારો દ્વારા મંદિરની હાજરીને સાબિત કરવા માટે પુરાતત્વ પુરાવા, ધાર્મિક ગ્રંથો, વિદેશી યાત્રીઓના લેખ અને પુરાતાત્વિક પુરાવા, રાજસ્વ વિભાગના રેકોર્ડનો હવાલો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હિંદુ પક્ષે વિવાદિત જગ્યા પર મંદિરની હાજરીને સાબિત કરવા માટે અયોધ્યા જનાર વિદેશી યાત્રીઓ જોસેફ ટાઇફેનથેલર, મોંટગોમરી માર્ટિનના યાત્રા સંસ્મરણો, ડચ ઇતિહાસકાર હંસ બેકર અને બ્રિટિશ ટૂરિસ્ટ વિલિયમ ફિંચના પુસ્તકોનો પણ હવાલો આપવામાં આવ્યો હતો. 

206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા

8. 12મી સદીના શિલાલેખ
સુનાવણી દરમિયાન હિંદુ પક્ષે મહત્વપૂર્ણ પુરાવા તરીકે 12મી સદીના શિલાલેખનો હવાલો આપ્યો હતો. હિંદુ પક્ષ દ્વારા વકીલે કહ્યું કે પથ્થર જે પટ્ટી પર સંસ્કૃતનો આ લેખ લખવામાં આવ્યો છે, તેને વિવાદિત ઢાંચા વિધ્વંસના સમયે એક પત્રકારે તેને પડતાં જોઇ હતી. તેમાં સાકેતના રાજા ગોવિંદ ચંદ્વનું નામ છે. સાથે જ લખ્યું છે કે આ વિષ્ણુ મંદિરમાં લાગેલી હતી.

9. આઠમી સદીના ગ્રંથ સ્કંદ પુરાણનો હવાલો
હિંદુ પક્ષે પોતાની દલીલના સમર્થનમાં 8મી સદીના ગ્રંથ સ્કંદ પુરાણનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે બાબરી મસ્જિદના 1528માં અસ્તિત્વમાં આવતાં પહેલાં સ્કંદ પુરાણ લખવામાં આવ્યું હતું. આ પુરાણમાં પણ અયોધ્યાનું રામ જન્મસ્થાનના રૂપમાં ઉલ્લેખ છે અને હિંદુઓને અગાધ વિશ્વાસ રહ્યો છે કે દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

10 વિવાદિત માળખા નીચે ઇદગાહ નહી
હિંદુ પક્ષે વિવાદીત ઢાંચાની નીચે ઇદગાહ હોવાની મુસ્લિમ પક્ષની વકીલ મીનાક્ષી અરોડાની દલીલોને નકારી કાઢી હતી. હિંદુ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જેને મુસ્લિમ પક્ષ ઇદગાહની દિવાલ ગણાવી રહ્યા છે. તેના ઉપર છત હોવાના પણ પુરાવા મળ્યા છે. ઇદગાહ પર છત હોતી નથી. ત્યાં ફક્ત એક દિવાલ નહી, પરંતુ હોલનુમા ઢાંચો હતો. 

આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ

11. બાબર જેવા આક્રમણકારીને ગૌરવશાળી ઇતિહાસ ખતમ કરવાની જરૂર નથી
હિંદુ પક્ષે દલીલ કરી હતી બાબર જેવા વિદેશી આક્રમણકારીને હિંદુસ્તાનના ગૌરવશાળી ઇતિહાસને ખતમ કરવાની પરવાનગી આપી ન શકાય. અયોધ્યામાં રામ મંદિરનું વિધ્વંસ કરી મસ્જિદનું નિર્માણ એક ઐતિહાસિક ભૂલ હતી, જેને સુપ્રીમ કોર્ટે હવે સુધારવી જોઇએ. માત્ર અયોધ્યામાં જ 50-60 મસ્જિદ છે. મુસલમાન બીજી કોઇ મસ્જિદમાં પણ ઇબાદત કરી શકે છે પરંતુ હિંદુઓ માટે તો આ જગ્યા તેમના આરાધ્ય શ્રીરામનું જન્મસ્થાન છે, અમે આ જગ્યા બદલવા માંગતા નથી. 

12. મુસ્લિમ પક્ષ દ્વારા દલીલ- સુન્ની વક્ફ બોર્ડને દાવો કરવાનો હક નથી
મુસ્લિમ પક્ષ દ્વારા દલીલ આપવામાં આવી હતી કે 1949માં વિવાદિત બિલ્ડીંગમાં રામલલાની મૂર્તિ મળી આવ્યા બાદ 12 વર્ષ સુધી બીજો પક્ષ નિષ્ક્રિય બેઠો છે. સુન્ની વકફ બોર્ડે 1961માં જઇને કેસ દાખલ કર્યો હતો. એવામાં કેસ દાખલ કરવાની સમયસીમા પાર કરવાને લીધે તેમને કાનૂન દાવો કરવાનો હક નથી.

13. અંગ્રેજો આવ્યા પછી મુસ્લિમોને હક મળ્યું
હિંદુ મહાસભા દ્વારા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે 1528 થી માંડીને 1855 સુધી ત્યાં મસ્જિદની હાજરીને લઇને કોઇ મૌખિક/દસ્તાવેજી પુરાવો નથી. અંગ્રેજો આવ્યા પછી વિવાદની શરૂઆત થઇ. હિંદુઓ પાસેથી પૂજાનો અધિકાર છીનવાઇ ગયો, મુસલમાનોને વિવાદિત જમીન પર હક મળ્યો. 

14. મુસ્લિમ સાક્ષીઓના નિવેદનોનો હવાલો
હિંદુ પક્ષે પોતાની દલીલોના સમર્થનમાં ઇલાહાબાદ હાઇકોર્ટમાં મુસ્લિમ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા મુસ્લિમ સાક્ષીઓના નિવેદનોના ભાગનો હવાલો આપ્યો હતો. રામલલાના વકીલ વૈદ્યનાથને કહ્યું હતું કે આ મુસ્લિમ સાક્ષીઓએ પોતે સ્વિકાર્યું છે કે જે જગ્યાએ મુસ્લિમ લોકો બાબરી મસ્જિદ કહે છે કે તે હિંદુઓ દ્વારા જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે અને ત્યાં સદીઓથી પૂજા-પરિક્રમાની પરંપરા પણ રહી છે. એક સાક્ષી હાશિમે પોતાની ગવાહીમાં સ્વિકાર્યું છે કે જેમ કે મક્કા મુસલમાનો માટે પવિત્ર છે, આમ તો હિંદુઓ માટે અયોધ્યા.

મુસ્લિમ પક્ષોની દલીલો
1. મુસ્લિમની કોઇ નક્કી ડિઝાઇન જરૂરી નહી

મુસ્લિમ પક્ષના વકીલ નિજામ પાશાએ પણ કહ્યું હતું કે બાબરી મસ્જિદની માન્યતા પર સવાલ ઉઠાવનાર હિંદુ પક્ષની દલીલો ખોટી છે. મીનાર અથવા વજૂખાના વિના પણ મસ્જિદ હોઇ શકે છે. મસ્જિદની ડિઝાઇન નો સીધું કંઇ લેવાદેવા નથી. ક્ષેત્ર વિશેષ વાસ્તુ શિલ્પના આધાર પર મસ્જિદ બનાવવામાં આવે છે. જોવાનું એ છે કે લોકો શું માને છે. શું બાબરી મસ્જિદમાં વજૂ અક્રવાની વ્યવસ્થા હતી કે નહી. તેનાથી કોઇ ફરક પડતો નથી. કારણ કે ઇસ્લામમાં ઘરેથી પણ વજૂ કરીને મસ્જિદ આવવાની પરંપરા રહી છે. 

2. નિર્મોહી થઇને પણ સંપતિનો મોહ
વિવાદિત જમીન પર નિર્મોહી અખાડાના દાવાને લઇને નિજામ પાશાએ રસપ્રદ દલીલ કરી હતી. પાશાએ કહ્યું હતું કે નિર્મોહીનો અર્થ છે જે મોહથી પરે હોય, જેને સંપત્તિથી લગાવ ન હોય, તે નિર્મોહી કહે છે. પરંતુ અખાડા તે (સંપત્તિ) માટે કાનૂની લડાઇ લડી રહ્યો છે.

3. શ્રીરામજન્મ સ્થળને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો નહી- રાજીવ ધવન
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે હું સ્વિકારી લઉ કે શ્રીરામે ત્યાં જન્મ લીધો, પરંતુ શું આટલું હોવાથી શ્રીરામ જન્મસ્થાનને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો (જીવિત વ્યક્તિ માનીને તેમના દ્વારા કેસ દાખલ) આપવામાં આવી શકે છે. 1989 પહેલાં કોઇએ શ્રીરામજન્મ સ્થળને ન્યાયિક વ્યક્તિ ન ગણ્યા. રાજીવ ધવને પોતાની દલીલો દ્વારા શ્રી રામજન્મ સ્થળને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો આપવા પર સવાલ ઉઠાવતાં ઘણા ઉદાહરણો આપ્યા. કહેવામાં આવ્યું હતું કે શ્રી ગુરૂગ્રંથ સાહિબજીને જ્યાં સુધી ગુરૂદ્વારામાં પ્રતિષ્ઠિત ન કરવામાં આવે, ત્યાં સુધી તેમને 'ન્યાતિક વ્યક્તિ' પણ ન ગણી શકાય. આ પ્રકારે દરેક મૂર્તિને ન્યાયિક વ્યક્તિનો દરજ્જો ન આપી શકાય.  

4. શ્રીરામ અને અલ્લાહ બંનેનું સન્માન હોવું જોઇએ
રાજીવ ધવને કહ્યું હતું કે શ્રીરામનું સન્માન હોવું જોઇએ, તેમાં કોઇ સંદેહ નથી, પરંતુ ભારત જેવા મહાન દેશમાં અલ્લાહનું પણ સન્માન છે. જો બંનેનું સન્માન જળવાતું નથી તો વિવિધતાથી સમેટાયેલો દેશ ખતમ થઇ જશે. ધવને કહ્યું હતું કે આ સ્પષ્ટ છે કે રામ ચબુતરા પર પ્રાર્થના થતી હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ક્યારેય પૂજા કરવામાં આવી નથી. રાજી ધવને હિંદુ પક્ષના દ્વારા પરિક્રમાના સંબંધમાં સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલી સાક્ષીઓનો હવાલો આપવામાં આવ્યો હતો. ધવને કહ્યું હતું કે પરિક્રમા વિશે બધા સાક્ષીઓએ અલગ-અલગ વાત કહી છે. તેમની સાક્ષીઓમાં વિરોધાભાસ છે.  

5. અમારો કેસ સમયસીમાનું ઉલ્લંઘન કરતું નથી
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે અમે 18 ડિસેમ્બર 1961ના રોજ કેદ દાખલ કરવામાં આવ્યો હતો. હિંદુ પક્ષના અનુસાર લિમિટેશન અનુસાર અમે બે દિવસ મોડા હતા, પરંતુ અમારા કેસમાં લિમિટેશનની સમયસીમા 16 ડિસેમ્બરથી કેમ શરૂ થશે? આ સમયસીમા તો 22-23 ડિસેમ્બરથી શરૂ થવી જોઇએ, કારણ કે તે રાત્રે ત્યાં મૂર્તિઓ રાખવામાં આવી હતી. મારે તે સાબિત કરવાની જરૂર નથી કે 17,18,19 ડિસેમ્બર સુધી ત્યાં કબજો રહ્યો, કારણ કે 22 ડિસેમ્બર પહેલાં ત્યાં કોઇ ગતિવિધિ ન હતી. રાજીવ ધવને કહ્યું હતું કે શું બાદશાહ (બાબર)એ કુરાન/ધર્મનું ઉલ્લંઘન કર્યું. તેને સંવિધાનની કસોટી પર પરખવામાં આવે. 

6. કાફલા વસતા ગયા, હિંદુસ્તાન બની ગયું
રાજીવ ધવને જિરહ ખતમ કરતાં કહ્યું હતું કે ભારત વિવિધતાનો દેશ રહ્યો છે, પરંતુ કેટલાક લોકો તેને એક રંગમાં રંગી નાખવા માંગે છે. ધવને આજે પોતાની જિરહનો અંત ફિરાક ગોરખપુરીનો આ શેરથી કરી. "सर-ज़मीन-ए-हिंद पर अक़्वाम-ए-आलम के 'फ़िराक़' क़ाफ़िले बसते गए हिन्दोस्तां बनता गया".

સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી વાઇ ચંદ્વચૂડે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. જસ્ટિસ ચંદ્વચૂડે સુન્ની વકફ બોર્ડ દ્વારા રાજીવ ધવને કહ્યું હતું કે તેમના માટે અયોધ્યાને લઇને હિંદુઓની આસ્થા પર સવાલ મુશ્કેલ હશે. એક મુસ્લિમ સાક્ષીએ કહ્યું હતું કે અયોધ્યાનું હિંદુઓ માટે તે સ્થાન છે, જે મુસલમાનો માટે મક્કા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube