નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદમાં પોતાનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યામાં વિવાદીત જમીન પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ayodhya Verdict Live Updates:રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે


સુપ્રીમ કોર્ટના ચૂકાદાની ખાસ વાતો- 
- મુસ્લિમ પક્ષોના પુરાવાથી તે સાબિત ન કરી શક્યા કે વિવાદિત જમીન પર તેમનો એકાઅધિકાર હતો.
- Ayodhya Verdict: CJI એ કહ્યું કે ખોદકામમાં ઇસ્લામિક ઢાંચાના પુરાવા ન મળ્યા.
- મુસ્લિમ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા કે આ જગ્યા પર બાબરી મસ્જિદ બનતાં પહેલાં તેમનો અધિકાર હતો. 
- ASI ના રિપોર્ટને નકારી ન શકાય. ASI ના રિપોર્ટમાં 12મી સદીના મંદિરના પાત્ર મળ્યા.
- Ayodhya verdict: CJI એ કહ્યું, વિવાદિત જમીનની વહેંચણી ન કરી શકાય.
- ASI ની રિપોર્ટથી સાબિત થાય છે મસ્જિદ ખાલી જમીન બનાવવામાં આવી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube