કોરોનાને પછાડવામાં આ આયુર્વેદિક દવા કારગર સાબિત થઈ રહી છે, આજથી અહીં મળશે વિનામૂલ્યે
કોરોનાના વધતા પ્રકોપ અને દવાઓની કાળાબજારીના સમાચારો વચ્ચે આયુષ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. કોરોનાની સારવારમાં કારગર સાબિત થઈ રહેલી આયુષ-64 દવા મંત્રાલય મફતમાં વહેંચી રહી છે. હવે દિલ્હીમાં પણ આજથી આ 7 જગ્યાઓ પર દવાઓને વિનામૂલ્યે અપાશે.
નવી દિલ્હી: કોરોનાના વધતા પ્રકોપ અને દવાઓની કાળાબજારીના સમાચારો વચ્ચે આયુષ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. કોરોનાની સારવારમાં કારગર સાબિત થઈ રહેલી આયુષ-64 દવા મંત્રાલય મફતમાં વહેંચી રહી છે. હવે દિલ્હીમાં પણ આજથી આ 7 જગ્યાઓ પર દવાઓને વિનામૂલ્યે અપાશે.
દિલ્હીમાં આજથી વિનામૂલ્યે વિતરણના અનેક અન્ય કેન્દ્રો ચાલુ થશે. હોમ આઈસોલેશન કે કેટલાક સરકારી/બિન સરકારી સંગઠનો તરફથી ઓપરેટ થઈ રહેલા આઈસોલેશન સેન્ટરોમાં રહેતા કોવિડ દર્દીઓ આયુષ મંત્રાલયની આ પહેલનો ફાયદો લઈ શકે છે.
સેન્ટર પર આધાર લઈને જાઓ
દર્દી કે તેમના પ્રતિનિધિ આયુષ-64ની ગોળીઓનું એક પેક વિનામૂલ્યે લેવા માટે દર્દીના RT-PCR પોઝિટિવ રિપોર્ટ અને તેના આધાર કાર્ડની હાર્ડ કે સોફ્ટ કોપીની સાથે આ કેન્દ્રો પર જઈ શકે છે. જરૂર પડ્યે આ ગોળીઓ ના વધુ ડોઝ પણ દર્દીને અપાશે.
અહીં એ વાત પર ધ્યાન આપવા જેવું છે કે આયુષ-64 એક પોલી હર્બલ ઔષધિ છે. જે કોવિડ-19ના લક્ષણો વગરના, હળવા અને મધ્યમ સ્તરના સંક્રમણની સારવારમાં ફાયદાકારક જણાઈ છે. આયુષ-64ની ભલામણ આયુર્વેદ અને યોગ પર આધારિત રાષ્ટ્રીય નેદાનિક પ્રબંધન પ્રોટોકોલ (National Clinical Management Protocol) માં કરાઈ છે.
દવાને ICMR ની ટાસ્ક ફોર્સ અને હોમ આઈસોલેશનમાં રહેતા કોવિડ-19ના દર્દીઓ માટે આયુર્વેદિક ડોક્ટરોના દિશા નિર્દેશ બાદ સત્યાપિત કરાઈ છે. આ દવાના ટેસ્ટ પણ ICMR ના પૂર્વ મહાનિદેશક ડો. વી એમ કટોચની અધ્યક્ષતાવાળી કમિટીની નિગરાણીમાં કરાયા છે. ત્યારબાદ જ તેને કોવિડ-19ના દર્દીઓની દેખભાળમાં વધારાના એક ઉપાય તરીકે જોડવામાં આવી છે.
અસરદાર સાબિત થઈ છે દવા
આયુષ મંત્રાલયે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની નિગરાણીમાં દેશના અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ લગભગ 140 દર્દીઓ પર આ દવાનો ટેસ્ટ કર્યો છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આ દવા લીધા બાદ કોરોનાના દર્દીઓ જલદી સ્વસ્થ થયા છે અને તેમનો RT-PCR નિર્ધારિત સમય પહેલા નેગેટિવ આવ્યો છે.
એક્સપર્ટના જણાવ્યાં મુજબ આયુ। 64 દવાને એલોપેથિક દવાની સાથે પણ લઈ શકાય છે. આ દવાની ફક્ત બે ગોળી દિવસમાં બેવાર ગરમ પાણી સાથે લેવાની હોય છે. આયુર્વેદિક ડોક્ટર 2 અઠવાડિયાથી 12 અઠવાડિયા સુધી આ દવા લેવાનો મત આપે છે. દાવો થઈ રહ્યો છે કે આ દવા કોવિડ દર્દીઓને માનસિક અને શારીરિક બંને રીતે ઠીક કરે છે. આ ઉપરાંત સ્ટડીમાં શુગરના દર્દીઓને પણ સામેલ કરાયા હતા. જેમના ઉપર પણ દવાની શાનદાર અસર થઈ છે.
માત્ર 10 રૂપિયા માટે પતિએ પત્નીને લાકડીથી માર મારી અધમૂઈ કરી, બાળકો પાસે બનાવડાવ્યો Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube